________________
દ્રવ્યઅધિકરણ
૨૬૯
(૨) જીવભાવઅધિકરણ - જીવવિષયક ભાવઅધિકરણ તે જીવભાવઅધિકરણ. દા.ત. જીવના કષાય વગેરે પરિણામો.
(૧) અજીવદ્રવ્યઅધિકરણ - અજીવવિષયક દ્રવ્યઅધિકરણ તે અજીવદ્રવ્યઅધિકરણ. દા.ત. કુહાડી, તલવાર વગેરે અજીવ વસ્તુઓ.
(૨) અજીવભાવઅધિકરણ - અજીવવિષયક ભાવઅધિકરણ તે અજીવભાવઅધિકરણ. દા.ત. અજીવ વસ્તુની તીક્ષ્ણતારૂપ શક્તિ વગેરે.
(૧) દ્રવ્યઅધિકરણ - છેદવું, ભેદવું, તોડવું, બાંધવુ વગેરે અને ૧૦ પ્રકારના શસ્ત્ર તે દ્રવ્યઅધિકરણ છે.
૧૦ પ્રકારના શસ્ત્ર - (૧) કુહાડી - તેનાથી હાથ, પગ, ગળુ વગેરેનો છેદ થાય છે. (૨) અગ્નિ - તેનાથી જીવોને બળાય છે. (૩) વિષ - તેનાથી જીવોને મરાય છે. (૪) લવણ - તેનાથી પૃથ્વીકાય વગેરેનો ઘાત થાય છે. (૫) સ્નેહ - સ્નેહ એટલે ઘી-તેલ વગેરે. તેનાથી પૃથ્વીકાય વગેરેનો
ઘાત થાય છે. (૬) ક્ષાર - તેનાથી ચામડી, માંસ વગેરે ઉખેડાય છે. (૭) અમ્લ (ખટાશ) - કાંજી વગેરે ખાટા પદાર્થોથી પૃથ્વીકાયાદિનો
ઘાત થાય છે. (૮) અનુપયુક્ત મન - તેનાથી જે ચેષ્ટા કરે તેનાથી કર્મ બંધાય છે. (૯) અનુપયુક્ત વચન - તેનાથી જે ચેષ્ટા કરે તેનાથી કર્મ બંધાય છે. (૧૦)અનુપયુક્ત કાયા - તેનાથી જે ચેષ્ટા કરે તેનાથી કર્મ બંધાય છે.