________________
અજીવ અધિકરણ
૨૭૧
લોભથી ૨૭ ભાંગા થાય. કુલ ૧૦૮ ભાંગા થાય.
જીવઅધિકરણના પણ આ ૧૦૮ ભેદ છે.
જીવ એ કર્મબંધનું મુખ્ય કારણ હોવાથી જીવઅધિકરણ એ ભાવઅધિકરણ છે.
અજીવ એ કર્મબંધમાં નિમિત્ત માત્ર હોવાથી અજીવઅધિકરણ એ દ્રવ્યઅધિકરણ છે.
અજીવઅધિકરણ - તેના ૪ પ્રકાર છે - (સૂત્ર-૬/૧૦) (૧) નિર્વર્તના અધિકરણ - બનાવવારૂપ અધિકરણ તે નિર્વર્તના
અધિકરણ. તે બે પ્રકારે છે – (i) મૂલગુણ નિર્વર્તના અધિકરણ - હિંસા વગેરેનું મુખ્ય કારણ
તે. જેમકે પાંચ શરીર, વચન, મન અને શ્વાસોચ્છવાસની
રચના. (ii) ઉત્તરગુણ નિર્વર્તના અધિકરણ - હિંસા વગેરેનું ગૌણ કારણ
તે. જેમકે લાકડાના પૂતળા, કપડાના પૂતળા, ચિત્રકર્મ
વગેરેની રચના. (૨) નિક્ષેપ અધિકરણ - મૂકવારૂપ અધિકરણ તે નિક્ષેપ અધિકરણ.
તે ૪ પ્રકારે છે - I) અપ્રત્યવેક્ષિત નિક્ષેપ અધિકરણ - જોયા વિનાની જગ્યાએ
દાંડો વગેરે મૂકવા તે. (ii) દુષ્પમાર્જિત નિક્ષેપ અધિકરણ - નહિ પ્રમાર્જલ કે બરાબર
નહિ પ્રમાર્જેલ જગ્યાએ દાંડો વગેરે મૂકવા તે. (ii) સહસા નિક્ષેપ અધિકરણ - શક્તિના અભાવે જાણવા છતા