SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ અધિકરણ ૨૭૧ લોભથી ૨૭ ભાંગા થાય. કુલ ૧૦૮ ભાંગા થાય. જીવઅધિકરણના પણ આ ૧૦૮ ભેદ છે. જીવ એ કર્મબંધનું મુખ્ય કારણ હોવાથી જીવઅધિકરણ એ ભાવઅધિકરણ છે. અજીવ એ કર્મબંધમાં નિમિત્ત માત્ર હોવાથી અજીવઅધિકરણ એ દ્રવ્યઅધિકરણ છે. અજીવઅધિકરણ - તેના ૪ પ્રકાર છે - (સૂત્ર-૬/૧૦) (૧) નિર્વર્તના અધિકરણ - બનાવવારૂપ અધિકરણ તે નિર્વર્તના અધિકરણ. તે બે પ્રકારે છે – (i) મૂલગુણ નિર્વર્તના અધિકરણ - હિંસા વગેરેનું મુખ્ય કારણ તે. જેમકે પાંચ શરીર, વચન, મન અને શ્વાસોચ્છવાસની રચના. (ii) ઉત્તરગુણ નિર્વર્તના અધિકરણ - હિંસા વગેરેનું ગૌણ કારણ તે. જેમકે લાકડાના પૂતળા, કપડાના પૂતળા, ચિત્રકર્મ વગેરેની રચના. (૨) નિક્ષેપ અધિકરણ - મૂકવારૂપ અધિકરણ તે નિક્ષેપ અધિકરણ. તે ૪ પ્રકારે છે - I) અપ્રત્યવેક્ષિત નિક્ષેપ અધિકરણ - જોયા વિનાની જગ્યાએ દાંડો વગેરે મૂકવા તે. (ii) દુષ્પમાર્જિત નિક્ષેપ અધિકરણ - નહિ પ્રમાર્જલ કે બરાબર નહિ પ્રમાર્જેલ જગ્યાએ દાંડો વગેરે મૂકવા તે. (ii) સહસા નિક્ષેપ અધિકરણ - શક્તિના અભાવે જાણવા છતા
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy