________________
૨૬૬
૨૫ ક્રિયા
(a) મૂલગુણનિર્વર્તન અધિકરણક્રિયા- ઔદારિક વગેરે પાંચ શરીરો બનાવવા તે, અથવા તલવાર, શક્તિ, ભાલા વગેરે બનાવવા તે.
(b) ઉત્તરગુણનિર્વર્તન અધિકરણક્રિયા - ઔદારિક વગેરે શરીરોના હાથ-પગ વગેરે અવયવો બનાવવા તે, અથવા તલવાર વગેરેની ધાર કરવી વગેરે.
(ii) સંયોજન અધિકરણક્રિયા - વિષ, હળ, ધનુષ્ય, યંત્ર વગેરેની સંયોજના કરવી તે.
(૮) પ્રાદોષિકીક્રિયા - જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો તે પ્રાદોષિકી ક્રિયા.
(૯) પરિતાપનક્રિયા - સ્વ કે પરને પરિતાપ (પીડા) કરાવનારી ક્રિયા તે પરિતાપનક્રિયા.
(૧૦) પ્રાણાતિપાતક્રિયા - સ્વ કે પરનો વધ કરનારી ક્રિયા તે પ્રાણાતિપાતક્રિયા.
(૧૧) દર્શનક્રિયા - જીવ કે અજીવને રાગથી જોવા તે દર્શનક્રિયા. (૧૨) સ્પર્શનક્રિયા - જીવ કે અજીવને રાગથી સ્પર્શ કરવો તે સ્પર્શનક્રિયા.
(૧૩) પ્રત્યયક્રિયા - પોતાની બુદ્ધિથી વિચારીને નવા અધિકરણો બનાવવા તે પ્રત્યયક્રિયા.
(૧૪) સમન્તાનુપાતક્રિયા - સ્રી, પુરુષ, નપુંસક, પશુ જ્યાં આવી જતા હોય ત્યાં મળત્યાગ કરવો તે સમન્તાનુપાતક્રિયા, અથવા પ્રમત્ત સંયતોના નહિં ઢંકાયેલ આહાર-પાણીમાં સંપાતિમ જીવો આવી પડે તે સમન્તાનુપાતક્રિયા.