SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ક્રિયા ૨૬૭ (૧૫) અનાભોગક્રિયા - પૂંજ્યા પ્રમાર્યા વિનાની જગ્યાએ શરી૨ અને ઉપકરણોને મૂકવા તે અનાભોગક્રિયા. (૧૬) સ્વહસ્તક્રિયા - બીજાએ કરવાની ક્રિયા અભિમાનથી પોતે કરે તે સ્વહસ્તક્રિયા. (૧૭) નિસર્ગક્રિયા - લાંબા કાળથી ચાલતી પરદેશી પાપપ્રવૃત્તિમાં ભાવથી અનુજ્ઞા આપવી તે નિસર્ગક્રિયા. (૧૮) વિદારણક્રિયા - બીજાએ કરેલા, નહીં કહેવા યોગ્ય સાવધ કાર્યને ઉઘાડા પાડવા તે વિદારણક્રિયા. (૧૯) આનયનક્રિયા - ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જીવાદિ પદાર્થોની અન્યથા પ્રરૂપણા કરવી, અથવા સ્વચ્છંદ રીતે બીજા પાસે કંઈ મંગાવવું તે આનયનક્રિયા. (૨૦) અનવકાંક્ષાક્રિયા - પ્રમાદને લીધે ધર્મક્રિયાઓમાં અનાદર કરવો તે અનવકાંક્ષાક્રિયા. (૨૧) આરંભક્રિયા - પોતે પૃથ્વીકાય વગેરેનો ઉપઘાત કરે કે બીજા પાસે કરાવે, સૂકું ઘાસ વગેરે છેદે કે બીજા પાસે છેદાવે તે આરંભક્રિયા. (૨૨) પરિગ્રહક્રિયા - ધન કમાવા - ધનનું રક્ષણ કરવા ઘણા ઉપાયો કરવા, ધન ઉપર મૂર્છા કરવી તે પરિગ્રહક્રિયા. (૨૩) માયાક્રિયા - મોક્ષના સાધનરૂપ જ્ઞાનાદિમાં માયા કરવી તે માયાક્રિયા. (૨૪) મિથ્યાદર્શનક્રિયા - મિથ્યાદર્શનના માર્ગથી સતત પ્રવૃત્ત બીજાની અનુમોદના કરવી તે મિથ્યાદર્શનક્રિયા.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy