________________
૧૮૪
આવાસો, ભવનો ૯) દ્વીપકુમાર - તેમના છાતી, ખભા, બહુ અને અગ્રતાથ વધુ
સુંદર છે. ૧૦) દિકકુમાર - તેમના ધંધા અને પગના અગ્રભાગ વધુ સુંદર છે.
બધા ભવનપતિ દેવો વિવિધ વસ્ત્રો અને આભરણોવાળા છે. આ દેવો કુમારની જેમ સુંદર દર્શનવાળા છે, કોમળ છે, કોમળ-મધુર સુંદર ગતિવાળા છે, શૃંગારથી સુંદર રૂપવાળા છે, વિવિધ ક્રીડા કરનારા છે, કુમારની જેમ ઉદ્ધત રૂપ-વેષ-ભાષા-અલંકાર-શસ્ત્ર-છત્રાદિયાનવાહનવાળા છે, કુમારની જેમ બહુ રાગવાળા છે, ક્રીડામાં તત્પર છે. તેથી તેમને કુમાર કહેવાય છે.
અસુરકુમારો મોટા ભાગે આવાસોમાં રહે છે, ક્યારેક ભવનોમાં પણ રહે છે. નાગકુમાર વગેરે પ્રાયઃ ભવનોમાં જ રહે છે.
આવાસો - તે શરીર પ્રમાણ મોટા મંડપો છે. તે વિવિધ રત્નોથી દેદીપ્યમાન ચંદરવાવાળા છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈના ઉપરના અને નીચેના ૧,૦૦૦-૧,000 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં સર્વત્ર આવાસો છે. મેરુપર્વતની ઉત્તરમાં અને દક્ષિણમાં લાખો કોટી કોટી યોજનોમાં આવાસો છે.
ભવન - તે બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેથી કમળના બીજના ડોડાના આકારના છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈના ઉપરથી ૯૦,૦૦૦ યોજના ગયા પછી ભવનો આવેલા છે.
અસુરકુમાર વગેરે દરેક ભવનપતિ દેવો બે પ્રકારના છે - દક્ષિણ દિશાના અને ઉત્તર દિશાના. અસુરકુમાર વગેરે દરેક ભવનપતિ દેવોના બે-બે ઇન્દ્રો છે – ૧ દક્ષિણ દિશાનો અને ૧ ઉત્તર દિશાનો. (સૂત્ર-૪/૬)