________________
૨૦૩
દેવલોકના નામના હેતુ
અર્ધચંદ્રાકારે ઉત્તરમાં પ્રાણત દેવલોક છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં આરણ દેવલોક છે અને અર્ધચંદ્રાકારે ઉત્તરમાં અચ્યુત દેવલોક છે. સમભૂતલથી અચ્યુત દેવલોકના ઉપરના અંત સુધી ૫ રજ્જુ છે. સૌધર્મથી સહસ્રાર સુધી દરેક દેવલોકનો ૧-૧ ઇન્દ્ર છે. આનત-પ્રાણત દેવલોકનો ૧ ઇન્દ્ર છે. આરણ-અચ્યુત દેવલોકનો ૧ ઇન્દ્ર છે. (સૂત્ર-૪/૧૯, ૪/૨૦) ત્રૈવેયકની નીચે સુધી ૧૨ દેવલોક છે. (સૂત્ર-૪/૨૪)
(૨) કલ્પાતીત - જ્યાં ઇન્દ્ર, સામાનિક વગેરે દશ પ્રકારના દેવો ન હોય અને બધા દેવો અહમિન્દ્રો હોય તે કલ્પાતીત. તે ૧૪ પ્રકારના ૯ ત્રૈવેયક અને ૫ અનુત્તર. તેમાં ઇન્દ્રો હોતા નથી.
છે
-
અચ્યુત દેવલોકના ઉપરના અંતથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી ઉપર ઉ૫૨ ૯ ત્રૈવેયક આવેલા છે. સમભૂતલથી નવમા ત્રૈવેયકના ઉપરના અંત સુધી ૬ રજ્જુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી એક જ પ્રત૨માં ૫ અનુત્તર વિમાનો છે. તેમાં વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે અને પૂર્વમાં વિજય, દક્ષિણમાં વૈજયન્ત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત વિમાનો છે.
• દેવલોકના નામના હેતુ -
૧) સૌધર્મ દેવલોકમાં સુધર્મા સભા છે. તેથી તેનું નામ સૌધર્મ દેવલોક છે.
૨) ઇશાનથી અચ્યુત સુધીના દેવલોકોમાં તે તે નામવાળા ઇન્દ્રો છે. તેથી તે દેવલોકોના ઇશાન વગેરે નામ છે.
૩) નવ ચૈવેયક લોકપુરુષની ગ્રીવા(ગાળા)ના સ્થાને છે. તેથી તેમને ત્રૈવેયક કહેવાય છે.
૪) અનુત્તર વિમાનોની ઉ૫૨ કોઈ વિમાનો નથી. માટે તેમને અનુત્તર કહેવાય છે.