________________
૨૪૮
અનંતકાળ
ઉત્સર્પિણી - જેમાં શરીરની ઊંચાઈ, આયુષ્ય, કલ્પવૃક્ષ વગેરેની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે કાળવિભાગ એટલે ઉત્સર્પિણી. તેમાં અશુભ પરિણામોની ઉત્તરોત્તર હાનિ થાય છે. તે ૧૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેમાં ૬ આરા છે. તેમના નામ, પ્રમાણ, તેમાં મનુષ્યોના ઉત્કૃષ્ટ આયુષ્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ અવસર્પિણીના ૬ આરાથી વિપરીત ક્રમે જાણવા.
આ અવસર્પિણી-ઉત્સર્પિણીનું કાળચક્ર ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં અનાદિકાળથી અનંતકાળ સુધી થાય છે. અવસ્થિતકાળ - ક્ષેત્ર
| આરો | નામ દેવકુર-ઉત્તરકુરુ
૧લો સુષમસુષમ હરિવર્ષ-રમ્યક | | રજો || સુષમ હિમવંત-હિરણ્યવંત
૩જો સુષમદુઃષમ મહાવિદેહ, પ૬ અંતરદ્વીપ ૪થો દુઃષમસુષમ
૩) અનંતકાળ -
અસંખ્યકાળ પછી અનંતકાળ આવે છે. અંત વિનાનો કાળ તે અનંતકાળ. તે આ પ્રમાણે -
અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી = ૧ પુદ્ગલપરાવર્ત અનંત પુદ્ગલપરાવર્ત = અતીત અદ્ધા (અદ્ધા = કાળ) અનંત પુદ્ગલપરાવર્ત = અનાગત અદ્ધા
અતીત અદ્ધા + વર્તમાન અદ્ધા (૧ સમય) + અનાગત અદ્ધા = સર્વ અદ્ધા