________________
સના ચાર પ્રકાર
૨૫૭
• સતુના ચાર પ્રકાર -
૧) દ્રવ્યાસ્તિક - પર્યાય વિનાના માત્ર દ્રવ્યને માને તે દ્રવ્યાસ્તિક. એ સંગ્રહનયનો અભિપ્રાય છે.
૨) માતૃકાપદાસ્તિક - માતૃકા એ બધા વર્ણો, પદો, વાક્યો, પ્રકરણોની યોનિ છે. એમ ધર્માસ્તિકાય વગેરે બધા સામાન્ય-વિશેષ પર્યાયોના આશ્રયરૂપ હોવાથી માતૃકાપદ કહેવાય છે. માટે વ્યવહારયોગ્ય હોવાથી માતૃકાપદ જ છે, બીજું નથી, એવું માને તે માતૃકાપદાસ્તિક. એ વ્યવહારનયનો અભિપ્રાય છે. દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક એ દ્રવ્યનયના અભિપ્રાયો છે.
૩) ઉત્પન્નાસ્તિક - સ્થૂલ અને સૂક્ષ્મ બધા ઉત્પાદોનું પ્રતિપાદન કરનાર તે ઉત્પન્નાસ્તિક. આ પર્યાયનયનો અભિપ્રાય છે.
૪) પર્યાયાસ્તિક - પર્યાય એટલે ભેદ, વિનાશ. પર્યાય છે, એટલે કે વિનાશ છે એમ માને તે પર્યાયાસ્તિક. આ પર્યાયનયનો અભિપ્રાય છે.
૧) દ્રવ્યાસ્તિકનો અભિધેય અર્થ - દ્રવ્ય છે, બે દ્રવ્ય છે, ઘણા દ્રવ્ય છે, અસત્ નથી.
૨) માતૃકાપદાસ્તિકનો અભિધેય અર્થ - માતૃકાપદ છે, બે માતૃકાપદ છે, ઘણા માતૃકાપદ છે, અમાતૃકાપદ નથી, બે અમાતૃકાપદ નથી, ઘણા અમાતૃકાપદ નથી.
૩) ઉત્પન્નાસ્તિકનો અભિધેય અર્થ - એક ઉત્પન્ન છે, બે ઉત્પન્ન છે, ઘણા ઉત્પન્ન છે, એક અનુત્પન્ન નથી, બે અનુત્પન્ન નથી, ઘણા અનુત્પન્ન
નથી.
( ૪) પર્યાયાસ્તિકનો અભિધેય અર્થ - એક સદ્ભાવપર્યાયમાં આદિષ્ટ દ્રવ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો છે.