________________
આસ્રવતત્વ • આસવ - જેનાથી આત્મામાં કર્મ આવે તે આસ્રવ. જેમ સ્રોત વડે સરોવરમાં પાણી આવે છે તેમ આસ્રવ વડે આત્મામાં કર્મ આવે છે. • ત્રણ પ્રકારનો યોગ એ આસ્રવ છે. (સૂત્ર-૬/૨) ત્રણ પ્રકારનો યોગ આ પ્રમાણે છે – (સૂત્ર-૬/૧)
૧) કાયયોગ - કાયાથી થતી પ્રવૃત્તિ તે કાયયોગ. તે કાયયોગ્ય પુગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ગમન વગેરે ક્રિયાઓમાં કારણભૂત છે. તેના ૭ પ્રકાર છે. તે પૂર્વે (પાના નં. ૬૭ ઉપર) કહ્યા છે. કાયયોગના બીજી રીતે બે પ્રકાર છે –
(૧) અશુભ કાયયોગ - હિંસા, ચોરી, અબ્રહ્મ વગેરે. (૨) શુભ કાયયોગ - અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય વગેરે.
૨) વચનયોગ - વચનથી થતી પ્રવૃત્તિ તે વચનયોગ. તે ભાષાયોગ્ય પુગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ૪ પ્રકારે છે. તે પૂર્વે (પાના નં. ૬૬, ૬૭ ઉપર) કહેલ છે. વચનયોગના બીજી રીતે બે પ્રકાર છે
(૧) અશુભ વચનયોગ - સાવઘવચન, અસત્યવચન, કઠોરવચન, ચાડી ખાવી વગેરે.
(૨) શુભ વચનયોગ - નિરવઘવચન, સત્યવચન, મૃદુવચન વગેરે.
૩) મનોયોગ - મનથી થતી પ્રવૃત્તિ તે મનોયોગ. તે મનયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ૪ પ્રકારે છે. તે પૂર્વે (પાના નં. ૬૬ ઉપર) કહેલ છે. મનોયોગના બીજી રીતે બે પ્રકાર છે
(૧) અશુભ મનોયોગ - બીજાના દ્રોહનું ચિંતન, બીજાને મારવાનો વિચાર, ઈર્ષ્યા, અસૂયા (એક પ્રકારનો ગુસ્સો), અભિમાન, હર્ષ,