________________
શું સમભંગી પ્રકરણ
• સપ્તભંગી -
સપ્તભંગી એટલે વસ્તુનું પ્રતિપાદન કરનારા સાત ભાંગા. પ્રમાણનયતત્ત્વાલીકાલંકારમાં સપ્તભંગીની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેજીવ વગેરે એક વસ્તુમાં સત્ત્વ વગેરે એક એક ધર્મના પ્રશ્નને લઈ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધા ન આવે એ રીતે જુદા-જુદા અને ભેગા એવા વિધિ-નિષેધની વિચારણા વડે યાત્ શબ્દથી યુક્ત એવો સાત પ્રકારનો વચનપ્રયોગ તે સપ્તભંગી છે. તે સાત ભાંગા આ પ્રમાણે છે
૧) સ્યાત્ સત્ એવ - સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ સત્ જ છે. ૨) ચાતુ અસતુ એવ - પરવ્યાદિની અપેક્ષાએ વસ્તુ અસત્ જ છે.
૩) સ્યાત્ સત્ એવ સ્યાત્ અસત્ એવ - જ્યારે વસ્તુમાં સત્ અને અસની ક્રમશઃ વિવક્ષા કરાય ત્યારે વસ્તુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ જ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ જ છે.
૪) સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં સત્ અને અસત્ની એકસાથે વિવફા કરાય ત્યારે વસ્તુ અવાચ્ય જ છે.
૫) સ્યાત્ સત્ એવ સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં પહેલા સની વિવક્ષા કરાય અને પછી સત-અસત્ બંનેની એકસાથે વિવક્ષા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ સત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે.
૬) સ્યાત્ અસત્ એવ સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં પહેલા અસની વિવક્ષા કરાય અને પછી સત્-અસત્ બંનેની એકસાથે વિવફા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ અસત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે.
૭) સ્યાત્ સત્ એવ સ્યાત્ અસત્ એવ સ્યા અવાચ્ય એવ- જ્યારે વસ્તુમાં પહેલા સની વિવફા કરાય, પછી અસની વિવક્ષા કરાય અને ત્યારપછી સ-અસત્ બંનેની એક સાથે વિવક્ષા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ સત્ જ છે, અપેક્ષાએ અસત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે.