SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શું સમભંગી પ્રકરણ • સપ્તભંગી - સપ્તભંગી એટલે વસ્તુનું પ્રતિપાદન કરનારા સાત ભાંગા. પ્રમાણનયતત્ત્વાલીકાલંકારમાં સપ્તભંગીની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેજીવ વગેરે એક વસ્તુમાં સત્ત્વ વગેરે એક એક ધર્મના પ્રશ્નને લઈ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધા ન આવે એ રીતે જુદા-જુદા અને ભેગા એવા વિધિ-નિષેધની વિચારણા વડે યાત્ શબ્દથી યુક્ત એવો સાત પ્રકારનો વચનપ્રયોગ તે સપ્તભંગી છે. તે સાત ભાંગા આ પ્રમાણે છે ૧) સ્યાત્ સત્ એવ - સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ સત્ જ છે. ૨) ચાતુ અસતુ એવ - પરવ્યાદિની અપેક્ષાએ વસ્તુ અસત્ જ છે. ૩) સ્યાત્ સત્ એવ સ્યાત્ અસત્ એવ - જ્યારે વસ્તુમાં સત્ અને અસની ક્રમશઃ વિવક્ષા કરાય ત્યારે વસ્તુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ જ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ જ છે. ૪) સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં સત્ અને અસત્ની એકસાથે વિવફા કરાય ત્યારે વસ્તુ અવાચ્ય જ છે. ૫) સ્યાત્ સત્ એવ સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં પહેલા સની વિવક્ષા કરાય અને પછી સત-અસત્ બંનેની એકસાથે વિવક્ષા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ સત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે. ૬) સ્યાત્ અસત્ એવ સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં પહેલા અસની વિવક્ષા કરાય અને પછી સત્-અસત્ બંનેની એકસાથે વિવફા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ અસત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે. ૭) સ્યાત્ સત્ એવ સ્યાત્ અસત્ એવ સ્યા અવાચ્ય એવ- જ્યારે વસ્તુમાં પહેલા સની વિવફા કરાય, પછી અસની વિવક્ષા કરાય અને ત્યારપછી સ-અસત્ બંનેની એક સાથે વિવક્ષા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ સત્ જ છે, અપેક્ષાએ અસત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy