SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવતત્વ • આસવ - જેનાથી આત્મામાં કર્મ આવે તે આસ્રવ. જેમ સ્રોત વડે સરોવરમાં પાણી આવે છે તેમ આસ્રવ વડે આત્મામાં કર્મ આવે છે. • ત્રણ પ્રકારનો યોગ એ આસ્રવ છે. (સૂત્ર-૬/૨) ત્રણ પ્રકારનો યોગ આ પ્રમાણે છે – (સૂત્ર-૬/૧) ૧) કાયયોગ - કાયાથી થતી પ્રવૃત્તિ તે કાયયોગ. તે કાયયોગ્ય પુગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ગમન વગેરે ક્રિયાઓમાં કારણભૂત છે. તેના ૭ પ્રકાર છે. તે પૂર્વે (પાના નં. ૬૭ ઉપર) કહ્યા છે. કાયયોગના બીજી રીતે બે પ્રકાર છે – (૧) અશુભ કાયયોગ - હિંસા, ચોરી, અબ્રહ્મ વગેરે. (૨) શુભ કાયયોગ - અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય વગેરે. ૨) વચનયોગ - વચનથી થતી પ્રવૃત્તિ તે વચનયોગ. તે ભાષાયોગ્ય પુગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ૪ પ્રકારે છે. તે પૂર્વે (પાના નં. ૬૬, ૬૭ ઉપર) કહેલ છે. વચનયોગના બીજી રીતે બે પ્રકાર છે (૧) અશુભ વચનયોગ - સાવઘવચન, અસત્યવચન, કઠોરવચન, ચાડી ખાવી વગેરે. (૨) શુભ વચનયોગ - નિરવઘવચન, સત્યવચન, મૃદુવચન વગેરે. ૩) મનોયોગ - મનથી થતી પ્રવૃત્તિ તે મનોયોગ. તે મનયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ૪ પ્રકારે છે. તે પૂર્વે (પાના નં. ૬૬ ઉપર) કહેલ છે. મનોયોગના બીજી રીતે બે પ્રકાર છે (૧) અશુભ મનોયોગ - બીજાના દ્રોહનું ચિંતન, બીજાને મારવાનો વિચાર, ઈર્ષ્યા, અસૂયા (એક પ્રકારનો ગુસ્સો), અભિમાન, હર્ષ,
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy