________________
કાળના ઉપકાર
૨૫૩
વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ.
ઋતુના નિયમથી થતા પરિણામ - વસંતઋતુમાં કેસર, તિલક, કુરબક, સરસડાનું ફૂલ વગેરે પુષ્પો વિકસિત થાય છે વગેરે.
વેલાના નિયમથી થતા પરિણામ - સવારે સૂર્યના કિરણોના સંપર્કથી કમળના કોશ વિકસિત થાય છે વગેરે.
પરિણામ ક્યાંક વિગ્નસાથી (સ્વાભાવિક રીતે) હોય છે, ક્યાંક પ્રયોગથી હોય છે અને ક્યાંક વિગ્નસા અને પ્રયોગ બંનેથી હોય છે.
૩) ક્રિયા - ક્રિયા એટલે ગતિ. આંગળી હતી, છે અને હશે. આ ક્રિયાઓ કાળના કારણે છે. જો કાળ ન હોય તો આ ક્રિયાઓનું પરસ્પર સાંકર્ય થઈ જાય. ગતિ ત્રણ પ્રકારની છે -
(૧) પ્રયોગગતિ - જીવના વ્યાપારથી થતી ગતિ તે પ્રયોગગતિ. તે શરીર, આહાર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વગેરે રૂપ છે.
(૨) વિગ્નસાગતિ - જીવના વ્યાપાર વિનાની માત્ર અજીવના પરિણામરૂપ ગતિ તે વિગ્નસાગતિ. તે પરમાણુ, વાદળ, ઈન્દ્રધનુષ્ય વગેરે રૂપ છે.
(૩) મિશ્રગતિ - જીવના વ્યાપાર અને અજીવના પરિણામ બંનેથી થતી ગતિ તે મિશ્રગતિ. તે કુંભ, થાંભલા વગેરે રૂપ છે.
વર્તન અને ક્રિયા એ પરિણામના જ વિશેષ ભેદો છે. ૪) પરત્વ-અપરત્વ - તે ત્રણ પ્રકારે છે – (૧) પ્રશંસાકૃત – પર = શ્રેષ્ઠ, અપર = ઊતરતું. દા.ત. ધર્મ પર છે, જ્ઞાન પર છે. અધર્મ અપર છે, અજ્ઞાન અપર છે. (૨) ક્ષેત્રકૃત – પર = દૂર, અપર = નજીક