________________
૨૫૨
કાળના ઉપકાર રૂપી દ્રવ્યોમાં આદિ પરિણામ વાદળ, ઈન્દ્રધનુષ્ય, થાંભલા, કુંભ વગેરેમાં હોય છે. (સૂત્ર-પ૪૩) તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સંઘાત, ભેદ વગેરે રૂપ છે. સ્પર્શ શીત વગેરે ૮ પ્રકારે છે અને શીતતર, શીતતમ વગેરે છે. રસ તિત વગેરે ૫ પ્રકારે છે અને તિતતર વગેરે છે. ગંધ સુરભિ, દુરભિ, સુરભિતર વગેરે છે. વર્ણ શુક્લ વગેરે ૫ પ્રકારે છે અને શુક્લતર વગેરે છે.
અરૂપી દ્રવ્યોમાં આદિ પરિણામ - ધર્માસ્તિકાયમાં જનારને ગતિમાં સહાયકપણું ગતિ શરૂ થાય છે ત્યારે શરૂ થાય છે અને ગતિ પૂર્ણ થાય છે ત્યારે પૂર્ણ થાય છે, માટે આદિ પરિણામ છે.
અધર્માસ્તિકાયમાં સ્થિર રહેનારને સ્થિતિમાં સહાયકપણું સ્થિતિ શરૂ થાય ત્યારે શરૂ થાય છે અને સ્થિતિ પૂર્ણ થાય છે ત્યારે પૂર્ણ થાય છે, માટે આદિ પરિણામ છે.
આકાશાસ્તિકાયમાં રહેનારને અવગાહના આપવાપણું રહેનાર રહે ત્યારે શરૂ થાય છે અને રહેનાર અન્યત્ર જાય ત્યારે પૂર્ણ થાય છે, માટે આદિ પરિણામ છે. કાળમાં ભૂતપણું, વર્તમાનપણું વગેરે આદિ પરિણામ છે.
જીવમાં યોગ અને ઉપયોગ આદિ પરિણામ છે. (સૂત્ર-૫/૪૪) સિદ્ધોમાં યોગ હોતો નથી, ઉપયોગ હોય છે. યોગ ૧૫ પ્રકારના છે. તે પૂર્વે કહ્યા છે. (પાના નં. ૬૬-૬૭ ઉપર) ઉપયોગ ૧૨ પ્રકારના છે. તે પૂર્વે કહ્યા છે. (પાના નં. ૫૩-૫૪ ઉપર)
પરિણામ ઋતુઓના વિભાગ અને વેલાના નિયમથી થાય છે. તેથી પરિણામ એ કાળનો ઉપકાર છે. ઋતુઓ ૬ છે - હેમંત, શિશિર,