________________
૨૫૪
કાળના ઉપકાર
દા.ત. મુંબઈની અપેક્ષાએ અમદાવાદ કરતા દિલ્લી પર છે અને દિલ્લી કરતા અમદાવાદ અપર છે.
(૩) કાળકૃત - ૫૨ = વધુ કાળવાળુ, અપર ઓછા કાળવાળુ. દા.ત.૧૬ વર્ષના મનુષ્ય કરતા ૧૦૦ વર્ષનો મનુષ્ય પર છે. ૧૦૦ વર્ષના મનુષ્ય કરતા ૧૬ વર્ષનો મનુષ્ય અપર છે.
કાળકૃત પરત્વ-અપરત્વ એ કાળનો ઉપકાર છે.
=
કેમેરામાં આપણો ખરાબ ફોટો ન આવી જાય એની કાળજી રાખનારા આપણે કેવળીના જ્ઞાનમાં આપણો ખરાબ ફોટો ન આવી જાય એ માટે સાવચેત ખરા ?
બીજાના દેખતા ખરાબ કાર્ય કરીએ તો પાપ લાગે અને બીજા ન જોતા હોય ત્યારે ખરાબ કાર્ય કરીએ તો પાપ ન લાગે એવો કોઈ નિયમ નથી.
નકામા સમયમાં છાપા-મેગેઝીનો વાંચવા કરતા; ગપ્પાઓ મારવા કરતા અને નકામા વિચારો કરવા કરતા સુકૃત અનુમોદના કરવાથી સમયનો સદુપયોગ થાય છે.
• આરાધના પૂર્વે મનોરથો, આરાધના વખતે આનંદ અને આરાધના પછી અનુમોદના કરવાથી આરાધનાનો સો ટકા લાભ મળે છે.
મરણને નિવારવું અશક્ય છે. મરણ વખતે થતી અસમાધિ નિવારવી શક્ય છે. મરણ વખતે સમાધિ રહે એ માટે પ્રયત્નશીલ બનવું.