SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ અનંતકાળ ઉત્સર્પિણી - જેમાં શરીરની ઊંચાઈ, આયુષ્ય, કલ્પવૃક્ષ વગેરેની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે કાળવિભાગ એટલે ઉત્સર્પિણી. તેમાં અશુભ પરિણામોની ઉત્તરોત્તર હાનિ થાય છે. તે ૧૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેમાં ૬ આરા છે. તેમના નામ, પ્રમાણ, તેમાં મનુષ્યોના ઉત્કૃષ્ટ આયુષ્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ અવસર્પિણીના ૬ આરાથી વિપરીત ક્રમે જાણવા. આ અવસર્પિણી-ઉત્સર્પિણીનું કાળચક્ર ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં અનાદિકાળથી અનંતકાળ સુધી થાય છે. અવસ્થિતકાળ - ક્ષેત્ર | આરો | નામ દેવકુર-ઉત્તરકુરુ ૧લો સુષમસુષમ હરિવર્ષ-રમ્યક | | રજો || સુષમ હિમવંત-હિરણ્યવંત ૩જો સુષમદુઃષમ મહાવિદેહ, પ૬ અંતરદ્વીપ ૪થો દુઃષમસુષમ ૩) અનંતકાળ - અસંખ્યકાળ પછી અનંતકાળ આવે છે. અંત વિનાનો કાળ તે અનંતકાળ. તે આ પ્રમાણે - અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી = ૧ પુદ્ગલપરાવર્ત અનંત પુદ્ગલપરાવર્ત = અતીત અદ્ધા (અદ્ધા = કાળ) અનંત પુદ્ગલપરાવર્ત = અનાગત અદ્ધા અતીત અદ્ધા + વર્તમાન અદ્ધા (૧ સમય) + અનાગત અદ્ધા = સર્વ અદ્ધા
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy