________________
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ
૨૪૯ વર્તમાનકાળ ૧ સમયરૂપ છે. અતીતકાળ અનંત સમયરૂપ છે. અનાગતકાળ અનંત સમયરૂપ છે. આમ કાળ અનંત સમયરૂપ છે. (સૂત્ર-૫/૩૯)
અલ્પબહુત - અભવ્ય કરતા સિદ્ધો અનંતગુણ છે. તેના કરતા અતીતકાળના સમયો અસંખ્યગુણ છે. તેના કરતા ભવ્ય અનંતગુણ છે.
તેના કરતા અનાગતકાળના સમયો અનંતગુણ છે. પુગલપરાવર્ત- તેના ૪ પ્રકાર છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દરેકના બે-બે ભેદ છે – બાદર અને સૂક્ષ્મ.
૧) બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને અનેક ભવોમાં આહારક શરીર સિવાયના સાત પદાર્થો (ઔદારિક શરીર, વૈક્રિય શરીર, તૈજસ શરીર, કાર્પણ શરીર, ભાષા, શ્વાસોચ્છવાસ, મન) તરીકે પરિણમાવીને છોડે તેટલો કાળ તે ૧ બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે.
૨) સૂક્ષ્મ દ્રવ્ય પુગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલ બધા પુદ્ગલોને આહારક શરીર સિવાયના સાત પદાર્થોમાંથી એક પદાર્થ તરીકે પરિણાવીને છોડે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે.
૩) બાદર ક્ષેત્ર પુગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપ્રદેશોને સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત.
૪) સૂમ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમશઃ સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત છે.