________________
૨૫૦
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ ૫) બાદર કાળ પુલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧ ઉત્સર્પિણી – ૧ અવસર્પિણીના બધા સમયોમાં મરે તેટલો કાળ તે ૧ બાદર કાળ પુદ્ગલપરાવર્ત છે.
૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧ ઉત્સર્પિણી - ૧ અવસર્પિણીના બધા સમયોમાં ક્રમશઃ મરે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત છે.
૭) બાદર ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ બાદર ભાવ પુદ્ગલપરાવર્ત છે. અથવા ૫ વર્ણ – ૨ ગંધ - ૫ રસ - ૮ સ્પર્શ – અગુરુલઘુ - ગુરુલઘુ - આ ૨૨ ભેદે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે ૧ બાદર ભાવ પુદ્ગલપરાવર્ત છે.
૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના બધા અધ્યવસાયસ્થાનોને ક્રમશઃ સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત છે. અથવા ઉપર કહેલા રરમાંથી એક-એક ભેદરૂપે એક જીવ જેટલા કાળે સર્વ પુગલોને સ્પર્શે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત છે.
આ બધો કાળનો વિભાગ મનુષ્યક્ષેત્રમાં છે. મનુષ્યક્ષેત્રમાં પ્રસિદ્ધ એવા કાળવિભાગથી બીજે પણ રહેલા દેવતા વગેરે વ્યવહાર કરે છે.
• કાળના ઉપકાર - વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વાપરત્વ એ કાળના ઉપકાર છે. (સૂત્ર-૫/૨૨)
(૧) વર્તના - જેનાથી પદાર્થો વર્તાવાય તે વર્તના. પદાર્થો સ્વયં જ વર્તે છે, છતાં કાળ તેમાં નિમિત્ત બને છે. વર્તતા એ પદાર્થોની પ્રયોજક કાળના આશ્રયવાળી વૃત્તિ તે વર્તન. તેથી વર્તના એ કાળનો ઉપકાર છે.