________________
કાળના ઉપકાર
૨૫૧ ૨) પરિણામ - દ્રવ્યનો કે ગુણનો પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના પરિસ્પદ કે ઇતર પ્રયોગથી થયેલ પર્યાય તે પરિણામ. (સૂત્ર૫/૪૧) દા.ત. અંકુરારૂપ વનસ્પતિનો મૂળ, થડ, છાલ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ રૂપ પરિણામ. પુરુષદ્રવ્યનો બાળ, કુમાર, યુવાન, મધ્યમ અવસ્થાઓ રૂપ પરિણામ. તે બે પ્રકારે છે – (સૂત્ર-૫/૪૨)
(૧) અનાદિ પરિણામ - શરૂઆત વિનાનો પરિણામ તે અનાદિ પરિણામ. અરૂપી દ્રવ્યો અને કાળમાં આ પરિણામ હોય છે. રૂપી એવા પુગલદ્રવ્યમાં દ્રવ્યત્વ, મૂર્તત્વ, સત્ત્વ વગેરે અનાદિ પરિણામો છે.
ધર્માસ્તિકાયના અનાદિ પરિણામ - અસંખ્યપ્રદેશવાળાપણું, લોકાકાશમાં વ્યાપવાપણું, જનારની ગતિના અપેક્ષાકારણપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું વગેરે.
અધર્માસ્તિકાયના અનાદિ પરિણામ - અસંખ્યપ્રદેશવાળાપણું, લોકાકાશમાં વ્યાપવાપણું, સ્થિર રહેનારની સ્થિતિના અપેક્ષા કારણપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું વગેરે.
આકાશાસ્તિકાયના અનાદિ પરિણામ - અનંતપ્રદેશવાળાપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું, લોકાલોકમાં વ્યાપવાપણું, રહેનારને અવગાહના આપવાપણું વગેરે.
આત્માના અનાદિ પરિણામ – અસંખ્યપ્રદેશવાળાપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે.
કાળના અનાદિ પરિણામ - વર્તના, અમૂર્તપણું, અગુરુલઘુપણું વગેરે.
(૨) આદિ પરિણામ - શરૂઆતવાળો પરિણામ એ આદિ પરિણામ. તે રૂપી દ્રવ્યોમાં અને અરૂપી દ્રવ્યોમાં હોય છે.