________________
૨૩૬
- પુગલના બે પ્રકાર
(૨) ચૌર્ણિકભેદ - ચૂર્ણ કરવું તે. દા.ત. લોટ વગેરે. (૩) ખંડભેદ - ટુકડા કરવા તે. દા.ત.માટીના ઢેફા વગેરે.
(૪) પ્રતરભેદ - ઘણા પડ ઉખેડવા તે. દા.ત. અબરખ, ભોજપત્ર વગેરેમાં ઘણા પડ ઉખેડવા.
(૫) અનુત ભેદ - છોલવું તે. દા.ત. વાંસ, શેરડી, લાકડી વગેરેની છાલ ઉતારવી તે.
૭) અંધકાર - જેમ દિવાલ દૃષ્ટિનો પ્રતિબંધ કરનાર હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તેમ અંધકાર પણ દષ્ટિનો પ્રતિબંધ કરનાર હોવાથી પુદ્ગલનો પરિણામ છે.
૮) છાયા - જેમ પાણી ઠંડક આપતું હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તેમ છાયા ઠંડક આપતી હોવાથી પુદ્ગલનો પરિણામ છે.
૯) આતપ (ઉષ્ણ પ્રકાશ) - જેમ અગ્નિ પસીનામાં કારણભૂત હોવાથી અને ઉષ્ણ હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તેમ આતપ પણ પસીનામાં કારણભૂત હોવાથી અને ઉષ્ણ હોવાથી પુદ્ગલનો પરિણામ છે.
૧૦) ઉદ્યોત (અનુષ્ણ પ્રકાશ) - જેમ જળ આલ્હાદક હોવાથી અને અગ્નિ પ્રકાશક હોવાથી પુગલના પરિણામ છે, તેમ ઉદ્યોત આલ્હાદક અને પ્રકાશક હોવાથી પુદ્ગલનો પરિણામ છે. • પુગલો બે પ્રકારના છે - (સૂત્ર-૫/૨૫)
૧) પરમાણુ - તે અંતિમ કારણ છે. તે સૂક્ષ્મ છે. તે નિત્ય છે. તે ૧ વર્ણવાળો, ૧ ગંધવાળો, ૧ રસવાળો અને બે અવિરુદ્ધ સ્પર્શ (સ્નિગ્ધશીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષ-શીત, રૂક્ષ-ઉષ્ણ આ ચાર જોડકામાંથી કોઈ પણ એક જોડકાના બે સ્પર્શ)વાળો છે. પરમાણુઓ અસંયુક્ત હોય છે. પરમાણુની ઉત્પત્તિ સ્કંધના ભેદથી થાય છે. (સૂત્ર-પ/ર૭).