________________
અજીવોના સંસ્થાન
(૧૮) યુગ્મપ્રદેશઘનઆયત - તે ૧૨ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતઆયતની ઉપર ૬ ૫૨માણુ મૂકવાથી યુગ્મપ્રદેશઘનઆયત થાય. (૧૯) પ્રતરપરિમંડલ - તે ૨૦ પ્રદેશથી બનેલ હોય
૨૩૫
(૨૦) ઘનપરિમંડલ - તે ૪૦ પ્રદેશથી બનેલ હોય . પ્રતરપરિમંડલની ઉપ૨ ૨૦ પરમાણુ મૂકવાથી ઘનપરિમંડલ થાય.
આ સિવાયના પણ અનિયત સંસ્થાનો અનેક પ્રકારના છે. ઉપર સંસ્થાનોમાં જે પ્રદેશોની સંખ્યા કહી તે જઘન્યથી સમજવી. ઉત્કૃષ્ટથી દરેક સંસ્થાનમાં અનંત પ્રદેશ છે.
૬) ભેદ - દ્રવ્યના એકપણારૂપ પરિણામનું છૂટું પડવું તે ભેદ. તે પાંચ પ્રકારે છે .
-
(૧) ઉત્કરિકા ભેદ - કોતરવું તે. દા.ત. લાકડામાંથી કોતરાતા પ્રસ્થક, ભેરી વગેરે.
પ્રત૨પરિમંડલ ૮ પ્રદેશોનું પણ સંભવે છે
-
પણ બધા ગ્રંથોમાં પ્રત૨પરિમંડલ ૨૦પ્રદેશથી બનેલ જ કહ્યું હોવાથી અમે પણ તે પ્રમાણે જ કહ્યું છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.
A પ્રત૨પરિમંડલના ૮ પરમાણુઓની ઉ૫૨ બીજા ૮ ૫૨માણુઓ મૂકવાથી ઘનપરિમંડલ ૧૬ પ્રદેશોનું સંભવે છે. પણ બધા ગ્રંથોમાં ઘનપરિમંડલ ૪૦ પ્રદેશોથી બનેલ જ કહ્યું હોવાથી અમે પણ તે પ્રમાણે જ કહ્યું છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.