________________
૨૪૪
આ
પલ્યોપમનું સ્વરૂપ
એવી રીતે ભરવો કે જેથી અગ્નિ તે વાલાોને બાળી ન શકે, વાયુ તેમને હરી ન શકે, પાણી તેમને ભીંજવી ન શકે. પછી ૧-૧ સમયે તેમાંથી ૧૧ વાસાગ્ર બહાર કાઢતા જેટલા કાળે સંપૂર્ણ પ્યાલો ખાલી થાય તે ૧ બાદર ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાના સમય પ્રમાણ છે.
૧૦ કોટાકોટી બાદર ઉદ્ધાર પલ્યોપમ=1 બાદર ઉદ્ધાર સાગરોપમ.
૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ - ઉપર કહેલા દરેક વાલોઝના અસંખ્ય ટુકડા કરીને તે પ્યાલાને ભરવો. તે ટુકડા નિર્મળ આંખવાળો છદ્મસ્થ મનુષ્ય જેને જોઈ ન શકે એવા પુદ્ગલદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલા અને સૂક્ષ્મ નિગોદના જીવના શરીર કરતા અસંખ્યગુણ જેટલા અને બાદર પર્યાપ્તા પૃથ્વીકાયના શરીર જેટલા હોય છે. દરેક સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે. ૧૦ કોટાકોટી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ.
આ પલ્યોપમ-સાગરોપમથી દીપ-સમુદ્રોની સંખ્યા મપાય છે. તિÚલોકમાં અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના સમય જેટલા દીપસમુદ્રો છે.
૩) બાદર અદ્ધા પલ્યોપમ - બાદર ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી દર સો વર્ષે ૧-૧ વાસાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ બાદર અદ્ધા પલ્યોપમ. તે સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે.
૧૦ કોટાકોટી બાદર અદ્ધા પલ્યોપમ = ૧ બાદર અદ્ધા સાગરોપમ.
૪) સૂમ અદ્ધા પલ્યોપમ - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી દર સો વર્ષે ૧-૧ વાસાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ