________________
અવતત્વ દ્રવ્ય પ્રકરણ
• દ્રવ્ય - જેમાં ગુણો અને પર્યાયો હોય તે દ્રવ્ય કહેવાય. (સૂત્ર-૫/૩૭) ગુણ - જેઓ દ્રવ્યમાં એકસાથે રહેલા હોય અને જેમાં ગુણો ન હોય
તે ગુણ કહેવાય. (સૂત્ર-૫/૪૦) પર્યાય - જે દ્રવ્યમાં રહેલા હોય પણ ક્રમભાવી હોય તે પર્યાય
કહેવાય. દ્રવ્ય પાંચ છે - (સૂત્ર-૫/૨,૫૩,૫/૫,૫/૬)
૧) ધર્માસ્તિકાય - ગતિશીલ એવા જીવો અને પુગલોને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય તે ધર્માસ્તિકાય. તે સર્વલોકવ્યાપી છે. (સૂત્ર-૫ ૧૨, ૫/૧૩) તે અસંખ્ય પ્રદેશોવાળુ છે. (સૂત્ર-૫૭) પ્રદેશ એટલે નિર્વિભાજય અંશ. ધર્માસ્તિકાય એક સ્કંધરૂપ છે. તે એક છે. તે નિષ્ક્રિય છે. તે અરૂપી છે. તે નિત્ય છે, એટલે કે તેનો નાશ થતો નથી. તે અવસ્થિત છે, એટલે કે તે પોતાના ગુણ છોડીને બીજાના ગુણને ગ્રહણ કરતું નથી. જેમ ગતિશીલ એવા માછલાને પાણી સહાય કરે છે, તેમ ગતિશીલ એવા જીવ અને પુગલોને ધર્માસ્તિકાય સહાય કરે છે.
૨) અધર્માસ્તિકાય - જીવો અને પુલોને સ્થિર રહેવામાં સહાય કરનારું દ્રવ્ય તે અધર્માસ્તિકાય. તે સર્વલોકવ્યાપી છે. (સૂત્ર-પ/૧૨, પ/૧૩) તે અસંખ્ય પ્રદેશોવાળુ છે. (સૂત્ર-૫૭) તે એક સ્કંધરૂપ છે. તે એક છે. તે નિષ્ક્રિય છે. તે અરૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. LA જેનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે રૂપી. જેનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ન હોય તે અરૂપી.