________________
૨૧૮
દેવોનો દેવીઓ સાથેનો પ્રવીચાર દેવોને પ્રવીચારની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઇશાનમાંથી અપરિગ્રહીતા દેવીઓ ત્યાં જાય છે. તે દેવો કે દેવીઓના રૂપના દર્શનથી પ્રવીચારનું સુખ પામે છે. મહાશુક્ર-સહસ્ત્રાર દેવલોકના દેવોને પ્રવીચારની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઇશાનમાંથી અપરિગૃહીતા દેવીઓ ત્યાં જાય છે. તે દેવો કે દેવીઓના શબ્દના શ્રવણથી પ્રવીચારનું સુખ પામે છે. આનતથી અશ્રુત દેવલોક સુધીના દેવોને પ્રવીચારની ઈચ્છા થાય ત્યારે તેઓ અપરિગૃહીતા દેવીઓનો મનમાં વિચાર કરે છે. તે દેવીઓ પણ પોતાના સ્થાનમાં રહીને જ પ્રવીચાર માટેનું મન કરે છે. આમ પરસ્પર મન કરે છતે તે દેવો પ્રવીચારનું સુખ પામે છે. રૈવેયક અને અનુત્તરના દેવો પ્રવીચાર વિના સુખને અનુભવે છે. દેવોનો દેવીઓ સાથેનો પ્રવીચાર - (સૂત્ર-૪૮,૪૯,૪/૧૦)
દેવલોક | પ્રવીચાર | સુખ ભવનપતિથી ઇશાન
કાયાથી
અલ્પ સનકુમાર-માહેન્દ્ર સ્પર્શથી
અનંતગુણ બ્રહ્મલોક-લાંતક
રૂપના દર્શનથી અનંતગુણ મહાશુક્ર-સહસ્ત્રાર | શબ્દના શ્રવણથી | અનંતગુણ આનતથી અશ્રુત મનથી
અનંતગુણ રૈવેયક-અનુત્તર અપ્રવીચારી | અનંતગુણ
કેટલા આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીઓ કયા દેવોના ઉપભોગ માટે હોય? • મુનિઓ પણ જો ચારિત્ર લીધા પછી સાધ્વી કે શ્રાવિકાઓનો સંસર્ગ અતિશયપણે રાખે છે તો તેઓ પણ નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી.
કાર
|