________________
૨૩૦
પુદ્ગલના સૂક્ષ્મતા, સ્થૂલતા અને સંસ્થાન (આ ત્રણ કોઠાઓ શ્રીરાજશેખરસૂરિજી લિખિત શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના વિવેચનમાંથી સાભાર લીધેલ છે.)
૩) સૂક્ષ્મતા - અવયવોનો સંકોચ તે સૂક્ષ્મતા. તે બે પ્રકારે છે – (૧) અન્ય સૂક્ષ્મતા - તે પરમાણમાં હોય છે. (૨) આપેશિક સૂક્ષ્મતા - તે અનેક પ્રકારે છે.દા.ત. યણુક કરતા વ્યણુક સૂક્ષ્મ છે, આમળા કરતા બોર સૂક્ષ્મ છે.
૪) સ્થૂલતા - અવયવોનો વિકાસ તે સ્થૂલતા. તે બે પ્રકારે છે - (૧) અન્ય સ્થૂલતા- તે સર્વલોકવ્યાપી અચિત્ત મહાત્કંધમાં હોય છે.
(૨) આપેક્ષિક સ્કૂલતા - તે અનેક પ્રકારે છે.દા.ત. બોર કરતા આમળા ચૂલ છે.
૫) સંસ્થાન - સંસ્થાન એટલે આકાર. સંસ્થાન બે પ્રકારે છે - જીવોના શરીરના સંસ્થાન અને અજીવોના સંસ્થાન.
(૧) જીવોના શરીરના સંસ્થાન - તે છ પ્રકારે છે. તે આ પ્રમાણે -
(૧) સમચતુરગ્ન સંસ્થાન - જેમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણપ્રમાણથી યુક્ત એવું શરીર હોય અને પર્યકઆસનમાં બેઠેલા તે શરીરના ચાર અંતરો (૧) બે ઢીંચણ વચ્ચેનું અંતર, (૨) જમણા ઢીંચણ અને ડાબા ખભાનું અંતર, (૩) ડાબા ઢીંચણ અને જમણા ખભાનું અંતર, (૪) લલાટ અને પલાઠીનું અંતર, સમાન હોય તે.
(૨) ચગ્રોધ સંસ્થાન - જેમાં નાભીની ઉપરનો ભાગ લક્ષણપ્રમાણયુક્ત હોય, નીચેનો ભાગ લક્ષણ-પ્રમાણયુક્ત ન હોય તે.
(૩) સાદિ સંસ્થાન - જેમાં નાભીની નીચેનો ભાગ લક્ષણપ્રમાણયુક્ત હોય અને ઉપરનો ભાગ લક્ષણ-પ્રમાણયુક્ત ન હોય તે.