________________
જીવોના શરીરના સંસ્થાન
૨૩૧
(૪) Đવામન સંસ્થાન - જેમાં માથુ, ડોક, હાથ, પગ વગેરે લક્ષણપ્રમાણયુક્ત હોય, છાતી-પેટ-પીઠ વગેરે તેવા ન હોય તે.
(૫) –કુબ્જ સંસ્થાન - જેમાં છાતી-પેટ વગેરે લક્ષણ-પ્રમાણયુક્ત હોય, હાથ-પગ વગેરે તેવા ન હોય તે.
(૬) હુંડક સંસ્થાન - જેમાં સર્વ અવયવો લક્ષણ-પ્રમાણરહિત હોય તે.
જીવોનું શરીર
પૃથ્વીકાય
અકાય
તેઉકાય
વાયુકાય
વનસ્પતિકાય
વિકલેન્દ્રિય
નારકી
દેવ
ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ
સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂચ્છિમ
પંચેન્દ્રિય તિર્યંચ
સંસ્થાન
મસૂર જેવું
પાણીના પરપોટા જેવું સોયના સમૂહ જેવું
ધજા જેવું અનેક પ્રકારનું
હૂંડક
કુંડક
સમચતુસ્ર
સમચતુરસ્ર, ન્યગ્રોધ, સાદિ, વામન, કુબ્જ, હુંડક
હૂંડક
(૨) અજીવોના સંસ્થાન - તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે (a) પરિમંડલ (b) ગોળ (c) ત્રિકોણ (d) ચોરસ (e) આયત (લાંબુ). દરેકના બે પ્રકાર છે – ઘન, પ્રતર. આયતના ૩ પ્રકાર છે ઘન, પ્રતર, શ્રેણી. પરિમંડલ વિના તે દરેકના ફરી બે પ્રકાર છે - ઓજપ્રદેશજન્ય અને યુગ્મપ્રદેશજન્ય.
-
] કેટલાક આચાર્યો વામન-કુબ્જ સંસ્થાનના લક્ષણ વિપરીત રીતે કહે છે.
-