________________
પુદ્ગલોનો બંધ કેવી રીતે થાય ?
૨૨૫
(ii) અનાદિ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. પુદ્ગલોમાં અનાદિ વિગ્નસાબંધ હોતો નથી. માટે વિગ્નસાબંધને સમજાવવા ધર્માસ્તિકાય વગેરેના દષ્ટાંત કહ્યા છે.
(૩) મિશ્રબંધ - જીવના પ્રયોગ અને અચેતન દ્રવ્યના પરિણામ બંનેથી થતો બંધ તે મિશ્રબંધ. અહીં જીવના વ્યાપાર અને અચેતન દ્રવ્યના પરિણામ બંનેની મુખ્યરૂપે વિવક્ષા કરી છે. પ્રયોગબંધમાં માત્ર જીવના વ્યાપારની મુખ્યતા છે. દા.ત. થાંભલા, ઘડા વગેરે. • પુગલોનો બંધ કેવી રીતે થાય? - સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. (સૂત્ર-૫/૩૨)
જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ-રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય. (સૂત્ર-૫/૩૩) એટલે કે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ ન થાય.
સમાન ગુણવાળા કે વિષમ ગુણવાળા અસમાન પુદ્ગલોનો બંધ થાય. એટલે કે ૨ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય. ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ થાય.
સમાન ગુણવાળા સમાન પુગલોનો બંધ ન થાય. (સૂત્ર-પ૩૪) એટલે કે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૨ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ર