________________
છે. પુદ્ગલ પ્રકરણ • પુલના પરિણામ - (સૂત્ર-૫/૨૪) પુદ્ગલના દશ પ્રકારના પરિણામ છે. તે આ પ્રમાણે
૧) શબ્દ - તે બે પ્રકારે છે –
વૈગ્નસિક શબ્દ - સ્વાભાવિક શબ્દ તે વૈગ્નસિક શબ્દ છે. દા.ત. વાદળોની ગર્જના વગેરે.
પ્રાયોગિક શબ્દ - જીવના વ્યાપારથી થતો શબ્દ તે પ્રાયોગિક શબ્દ છે. તે જ પ્રકારે છે – (૧) તત - મૃદંગ, પડહ વગેરેનો શબ્દ તે તત. (૨) વિતત - વીણા, તંત્રી વગેરેનો શબ્દ તે વિતત. (૩) ઘન- કાંસાના ભાજન અને લાકડાની દાંડીથી થતો શબ્દ તે ઘન. (૪) શુષિર - વેણુ, શંખ, વાંસના છિદ્રમાંથી થતો શબ્દ તે શુષિર. (૫) સંઘર્ષ-કરવત અને લાકડા વગેરેના સંઘર્ષથી થતો શબ્દ તે સંઘર્ષ (૬) ભાષા - વ્યક્ત વચનો વડે વર્ણ, પદ, વાક્ય રૂપે બોલાય તે
ભાષા. નિયત આકારવાળા અક્ષરો તે વર્ણો. વર્ણોનો સમુદાય તે પદ. પદોનો સમુદાય તે વાક્ય. ૨) બંધ - પરસ્પર જોડાવું તે બંધ. તે ત્રણ પ્રકારે છે -
(૧) પ્રયોગબંધ - જીવના વ્યાપારથી થતો બંધ તે પ્રયોગબંધ. દા.ત. ઔદારિક શરીર, લાખ, લાકડુ વગેરે.
(૨) વિસસાબંધ - સ્વાભાવિક રીતે થતો બંધ તે વિગ્નસાબંધ. તે બે પ્રકારે છે –
(i) આદિવાળો - વીજળી, ઉલ્કા, વાદળ, અગ્નિ, ઈન્દ્રધનુષ્ય વગેરે.