SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પુદ્ગલ પ્રકરણ • પુલના પરિણામ - (સૂત્ર-૫/૨૪) પુદ્ગલના દશ પ્રકારના પરિણામ છે. તે આ પ્રમાણે ૧) શબ્દ - તે બે પ્રકારે છે – વૈગ્નસિક શબ્દ - સ્વાભાવિક શબ્દ તે વૈગ્નસિક શબ્દ છે. દા.ત. વાદળોની ગર્જના વગેરે. પ્રાયોગિક શબ્દ - જીવના વ્યાપારથી થતો શબ્દ તે પ્રાયોગિક શબ્દ છે. તે જ પ્રકારે છે – (૧) તત - મૃદંગ, પડહ વગેરેનો શબ્દ તે તત. (૨) વિતત - વીણા, તંત્રી વગેરેનો શબ્દ તે વિતત. (૩) ઘન- કાંસાના ભાજન અને લાકડાની દાંડીથી થતો શબ્દ તે ઘન. (૪) શુષિર - વેણુ, શંખ, વાંસના છિદ્રમાંથી થતો શબ્દ તે શુષિર. (૫) સંઘર્ષ-કરવત અને લાકડા વગેરેના સંઘર્ષથી થતો શબ્દ તે સંઘર્ષ (૬) ભાષા - વ્યક્ત વચનો વડે વર્ણ, પદ, વાક્ય રૂપે બોલાય તે ભાષા. નિયત આકારવાળા અક્ષરો તે વર્ણો. વર્ણોનો સમુદાય તે પદ. પદોનો સમુદાય તે વાક્ય. ૨) બંધ - પરસ્પર જોડાવું તે બંધ. તે ત્રણ પ્રકારે છે - (૧) પ્રયોગબંધ - જીવના વ્યાપારથી થતો બંધ તે પ્રયોગબંધ. દા.ત. ઔદારિક શરીર, લાખ, લાકડુ વગેરે. (૨) વિસસાબંધ - સ્વાભાવિક રીતે થતો બંધ તે વિગ્નસાબંધ. તે બે પ્રકારે છે – (i) આદિવાળો - વીજળી, ઉલ્કા, વાદળ, અગ્નિ, ઈન્દ્રધનુષ્ય વગેરે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy