________________
પાંચ દ્રવ્યોનો ઉપકાર
૨૨૩
( ૪) જીવાસ્તિકાય - હિતનું પ્રતિપાદન અને અહિતનો નિષેધ કરવા વડે એકબીજા ઉપર ઉપકાર કરવો એ જીવોનો ઉપકાર છે.
૫) પુદ્ગલાસ્તિકાય - જીવો ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર, કાર્મણ શરીર બનાવે છે. બેઈન્દ્રિય વગેરે જીવો ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી તેમને ભાષા રૂપે પરિણાવીને બોલે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી તેમને મનરૂપે પરિણમાવીને વિચારે છે. બધા જીવો શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમને શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવીને શ્વાસોચ્છવાસ લે છે. ઈષ્ટ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દથી જીવોને સુખ થાય છે. અનિષ્ટ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દથી જીવોને દુઃખ થાય છે. વિધિપૂર્વક કરાયેલ સ્નાન, આચ્છાદન, વિલેપન, ભોજન વગેરે જીવિત ઉપર ઉપકાર કરે છે. વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરેથી જીવોનું મરણ થાય છે. ત્રણ પ્રકારનો આહાર બધા જીવો ઉપર ઉપકાર કરે છે. આ બધા પુદ્ગલના ઉપકાર છે.
જીવાસ્તિકાય સિવાયના ચાર દ્રવ્યો - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય એ અજીવ છે. (સૂત્ર-પ/૧)
• કસોટી દરેકના જીવનમાં આવે છે. એમાંથી જે પાર ઊતરે છે
તે જ મહાન બની શકે છે. સોનું પણ અગ્નિપરીક્ષામાં પાસ થયા પછી શુદ્ધ બને છે. ગુરુકુલવાસમાં રહેવું. ગુરુકુલવાસમાં અનેકની વચ્ચે રહેવાથી સહેલાઈથી બ્રહ્મચર્યનું પાલન થઈ શકે છે.