________________
૨૨૨
પાંચ દ્રવ્યોનો ઉપકાર
૫) પુદ્ગલાસ્તિકાય - વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા દ્રવ્યને પુગલ કહેવાય છે. (સૂત્ર-૫/૨૩) તે પરમાણુથી માંડીને અનંત પ્રદેશવાળા છે. (સૂત્ર ૫/૧૦) તે એક આકાશપ્રદેશથી માંડીને સર્વલોકમાં વ્યાપેલા હોય છે. (સૂત્ર પ/૧૨) તે અનંત છે. તે ક્રિયાવાળા છે. (સૂત્ર-૫/૪) તે રૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. પરમાણુના પ્રદેશ હોતા નથી. (સૂત્રપ/૧૧) પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે. કયણુક ૧ કે ૨ આકાશપ્રદેશમાં રહે છે. ત્રયણુક ૧, ૨ કે ૩ આકાશપ્રદેશમાં રહે છે. સંખ્યાતા પ્રદેશોના સ્કંધો ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા આકાશપ્રદેશોમાં રહે છે. અસંખ્યાતા પ્રદેશોના સ્કંધો ૧, ૨, ૩ યાવત્ અસંખ્ય આકાશપ્રદેશોમાં રહે છે. અનંત પ્રદેશોના સ્કંધો ૧, ૨, ૩ યાવતુ અસંખ્ય આકાશપ્રદેશોમાં રહે છે. (સૂત્ર-પ/૧૪)
વર્ણ પાંચ પ્રકારના છે – કૃષ્ણ, નીલ, લોહિત, પીત, શ્વેત. ગંધ બે પ્રકારની છે – સુરભિ, દુરભિ. રસ પાંચ પ્રકારના છે – તિત, કટુ, કષાય, અમ્લ, મધુર.
સ્પર્શ આઠ પ્રકારના છે – કઠિન, મૂદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ.
દ્રવ્યો પાંચ જ છે, વધુ કે ઓછા નહીં. • પાંચ દ્રવ્યોનો ઉપકાર - (સૂત્ર-પ/૧૭ થી ૫/૨૧)
૧) ધર્માસ્તિકાય - જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરવી એ ધર્માસ્તિકાયનો ઉપકાર છે.
૨) અધર્માસ્તિકાય - જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાય કરવી એ અધર્માસ્તિકાયનો ઉપકાર છે.
૩) આકાશાસ્તિકાય - અન્ય દ્રવ્યોને રહેવાનું સ્થાન આપવું એ આકાશાસ્તિકાયનો ઉપકાર છે.