________________
૨૨૧
પાંચ દ્રવ્યો
૩) આકાશાસ્તિકાય - અન્ય દ્રવ્યોને રહેવાનું સ્થાન આપનારું દ્રવ્ય તે આકાશાસ્તિકાય. તે લોકાલોકવ્યાપી છે. તે અનંત પ્રદેશોવાળુ છે. (સૂત્ર-૫૯) તે એક સ્કંધરૂપ છે. તે એક છે. તે નિષ્ક્રિય છે. તે અરૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. તે બે પ્રકારે છે –
લોકાકાશ - લોકવ્યાપી આકાશાસ્તિકાય તે લોકાકાશ. તે અસંખ્ય પ્રદેશોવાળુ છે.
અલોકાકાશ - અલોકવ્યાપી આકાશાસ્તિકાય તે અલોકાકાશ. તે અનંત પ્રદેશોવાળુ છે.
નૈયાયિકો – વૈશેષિકો આકાશને શબ્દગુણવાળુ માને છે. સાંખ્યો આકાશને પ્રધાનનો વિકાર માને છે. તે બરાબર નથી, કેમકે શબ્દ એ ગુણ નથી, પણ પુદ્ગલ છે. પ્રધાન નિત્ય છે. તેનો પરિણામ ન થાય. આકાશ એ સ્વતંત્ર દ્રવ્ય છે.
૪) જીવાસ્તિકાય - જીવ ઉપયોગલક્ષણવાળો છે. તે અસંખ્ય પ્રદેશોવાળો છે. (સૂત્ર-૫/૮) તેના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. તે પ્રદેશોને દીવાના પ્રકાશની જેમ સંકોચી અને પ્રસારી શકાય છે. (સૂત્ર-૫/૧૬) તેથી તેમની અવગાહના લોકના એક અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વલોક સુધી છે. (સૂત્ર-૫/૧૨, ૫/૧૫) સંસારી જીવો અનંતાનંત પુદ્ગલસ્કંધોથી બનેલા કાર્યણશરીરથી યુક્ત હોય છે. કાર્મણશરીરની જઘન્ય અવગાહના અંગુલઅસંખ્ય પ્રમાણ છે અને સિદ્ધો ચરમ શરીરના ત્રીજા ભાગની અવગાહનાવાળા છે, તેથી જીવોની અવગાહના એક વગેરે આકાશપ્રદેશોમાં હોતી નથી, પણ જઘન્યથી પણ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશોમાં હોય છે. જીવો અનંતા છે. તે ક્રિયાવાળા છે. તે અરૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. સંસારી જીવો શરીરવ્યાપી છે.