________________
૨૧૭
દેવોના પ્રવીચાર-અપ્રવીચાર • દેવોનું સિદ્ધિગમન -
વિજયાદિ ચાર વિમાનોના દેવો મનુષ્યના બે ભવ કરીને મોક્ષે જાય છે. (સૂત્ર-૪/૨૭)
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો મનુષ્યનો ૧ ભવ કરીને મોક્ષે જાય છે.
શેષ દેવો મનુષ્યના ૧,૨,૩,૪ વગેરે ભવ કરીને મોક્ષે જાય છે અથવા મોક્ષે જતા નથી. • દેવોના પ્રવીચાર-અપ્રવીચાર -
દેવો ૩ પ્રકારના છે – ૧) દેવી સહિત પ્રવીચાર સહિત-ભવનપતિથી ઇશાન સુધીના દેવો.
૨) દેવી રહિત પ્રવીચાર સહિત - સનકુમાર થી અય્યત સુધીના દેવો.
૩) દેવી રહિત પ્રવીચાર રહિત - રૈવેયક-અનુત્તરના દેવો.
દેવીની ઉત્પત્તિ ભવનપતિથી ઇશાન દેવલોક સુધી થાય છે. ઇશાન દેવલોક પછી દેવીની ઉત્પત્તિ નથી. દેવીનું ગમનાગમન સહસ્રાર દેવલોક સુધી છે. દેવીઓ બે પ્રકારની છે –
૧) પરિગૃહીતા દેવી - કુલપત્ની જેવી દેવી.
૨) અપરિગૃહીતા દેવી - વેશ્યા જેવી દેવી. તે સૌધર્મ-ઇશાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
સનકુમાર-મહેન્દ્ર દેવલોકના દેવોને પ્રવીચારની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઇશાનમાંથી અપરિગૃહીતા દેવીઓ ત્યાં જાય છે. તે દેવો તે દેવીઓના સ્પર્શથી પ્રવીચારનું સુખ પામે છે. બ્રહ્મલોક-લાંતક દેવલોકના
પ્રવીચાર= મૈથુન