SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ દેવોના પ્રવીચાર-અપ્રવીચાર • દેવોનું સિદ્ધિગમન - વિજયાદિ ચાર વિમાનોના દેવો મનુષ્યના બે ભવ કરીને મોક્ષે જાય છે. (સૂત્ર-૪/૨૭) સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો મનુષ્યનો ૧ ભવ કરીને મોક્ષે જાય છે. શેષ દેવો મનુષ્યના ૧,૨,૩,૪ વગેરે ભવ કરીને મોક્ષે જાય છે અથવા મોક્ષે જતા નથી. • દેવોના પ્રવીચાર-અપ્રવીચાર - દેવો ૩ પ્રકારના છે – ૧) દેવી સહિત પ્રવીચાર સહિત-ભવનપતિથી ઇશાન સુધીના દેવો. ૨) દેવી રહિત પ્રવીચાર સહિત - સનકુમાર થી અય્યત સુધીના દેવો. ૩) દેવી રહિત પ્રવીચાર રહિત - રૈવેયક-અનુત્તરના દેવો. દેવીની ઉત્પત્તિ ભવનપતિથી ઇશાન દેવલોક સુધી થાય છે. ઇશાન દેવલોક પછી દેવીની ઉત્પત્તિ નથી. દેવીનું ગમનાગમન સહસ્રાર દેવલોક સુધી છે. દેવીઓ બે પ્રકારની છે – ૧) પરિગૃહીતા દેવી - કુલપત્ની જેવી દેવી. ૨) અપરિગૃહીતા દેવી - વેશ્યા જેવી દેવી. તે સૌધર્મ-ઇશાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે. સનકુમાર-મહેન્દ્ર દેવલોકના દેવોને પ્રવીચારની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઇશાનમાંથી અપરિગૃહીતા દેવીઓ ત્યાં જાય છે. તે દેવો તે દેવીઓના સ્પર્શથી પ્રવીચારનું સુખ પામે છે. બ્રહ્મલોક-લાંતક દેવલોકના પ્રવીચાર= મૈથુન
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy