________________
૨૦૪
વૈમાનિક દેવોની સ્થિતિ
વિજય-વૈજયન્ત-જયન્ત વિમાનના દેવોએ સ્વર્ગના વિધ્વરૂપ હેતુઓને જીતી લીધા હોવાથી તે વિમાનોને વિજય-વૈજયન્ત-જયન્ત કહેવાય છે, અથવા તે દેવો નિકટ મુક્તિગામી હોવાથી કર્મોને તેમણે જીતી લીધા છે, માટે તે વિમાનોને વિજય-વૈજયન્ત-જયન્ત કહેવાય છે. અપરાજિત વિમાનના દેવો સ્વર્ગના વિધ્વરૂપ હેતુઓથી પરાજિત ના થયા હોવાથી તે વિમાનને અપરાજિત કહેવાય છે, અથવા તે દેવો પૂર્વે સાધુના ભવમાં કે દેવના ભવમાં પણ પરીષહોથી જીતાયા ન હોવાથી તે વિમાનને અપરાજિત કહેવાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ઉત્કૃષ્ટ અભ્યદયવાળા અને સુખવાળા હોવાથી બધા કાર્યોમાં સિદ્ધ છે, અથવા તેમના બધા પ્રયોજનો સિદ્ધ થયા છે, અથવા તેમના બધા સાંસારિક કર્તવ્યો પૂર્ણ થયા છે, અથવા પછીના ભાવમાં મોક્ષે જનારા હોવાથી તેમનો મોક્ષ સિદ્ધ થયો છે, માટે તે વિમાનને સર્વાર્થસિદ્ધ કહેવાય છે. • ઉપર ઉપરના દેવોના સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ, વેશ્યાની વિશુદ્ધિ, ઇન્દ્રિયોનો વિષય, અવધિજ્ઞાનનો વિષય વધુ છે. (સૂત્ર૪ર૧)
૧) સ્થિતિ - (સૂત્ર-૪૩૩ થી ૪૪૨) દેવલોક | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ સૌધર્મ ૧પલ્યોપમ
૨ સાગરોપમાં ઇશાન
સાધિક પલ્યોપમ સાધિક ર સાગરોપમ સનકુમાર રસાગરોપમ
૭ સાગરોપમ માહેન્દ્ર
સાધિક ૨ સાગરોપમ | સાધિક ૭ સાગરોપમ બ્રહ્મલોક
સાધિક ૭ સાગરોપમ | ૧૦ સાગરોપમ
બૃહત્સંગ્રહણીની ગાથા ૧૪ની ટીકામાં બ્રહ્મલોકના દેવોની જઘન્યસ્થિતિ ૭ સાગરોપમ કહી છે.