________________
નરકગતિ પ્રકરણ
લોકનું સ્વરૂપ- બે હાથ કેડે રાખીને અને બે પગ પહોળા કરીને ઊભેલા પુરુષ જેવો લોકનો આકાર છે. લોક પાંચ અસ્તિકાયાત્મક છે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. લોકપુરુષના કેડના સ્થાને તિફ્ળલોક છે. તિફ્ળલોકની મધ્યમાં સમતલભૂમિભાગે બે ક્ષુલ્લક પ્રતરો રહેલા છે. ત્યાંથી નવ સો યોજન ઉપર અને નવ સો યોજન નીચે એમ અઢાર સો યોજન પ્રમાણ તિર્હાલોક છે. તિફ્ળલોકની નીચે લોકના નીચેના અંત સુધી અધોલોક છે. તિતિલોકની ઉપર લોકના ઉપરના અંત સુધી ઊર્ધ્વલોક છે. અધોલોક ઊંધા વાળેલા કોળિયાના આકારનો છે. તિńલોક ઝાલરના આકારનો છે. ઊર્ધ્વલોક કોળિયાના સંપુટના આકારનો છે, એટલે કે એક સીધા કોળિયાની ઉપ૨ ૨ાખેલ ઊંધા કોળિયાના આકારનો એટલે કે મૃદંગ આકારનો છે.
૧ ૨જુ=અસંખ્ય યોજન. લોકના સૌથી નીચેના તલથી મહાતમ:પ્રભા પૃથ્વીના ઉપરના તલ સુધી પહેલુ રજ્જુ છે. મહાતમઃપ્રભાના ઉપરના તલથી તમઃપ્રભાના ઉપરના તલ સુધી બીજુ રજ્જુ છે. તમઃપ્રભાના ઉપરના તલથી ધૂમપ્રભાના ઉપરના તલ સુધી ત્રીજુ રજ્જે છે. ધૂમપ્રભાના ઉપરના તલથી પંકપ્રભાના ઉપરના તલ સુધી ચોથુ રજ્જુ છે. પંકપ્રભાના ઉપરના તલથી વાલુકાપ્રભાના ઉપરના તલ સુધી પાંચમુ રજુ છે. વાલુકાપ્રભાના
A તત્ત્વાર્થભાષ્યની સિદ્ધસેનગણિ કૃત ટીકામાં કહ્યું છે કે, ‘સમભૂતલથી નીચે ૯૦૦ યોજન જઈએ એટલે ૧ રજ્જુ વિસ્તારવાળા બે ક્ષુલ્લક પ્રતરો છે. ત્યાંથી નીચે સાતમી નરકપૃથ્વી પછી ૧૬ યોજન સુધી અધોલોક છે. ક્ષુલ્લક પ્રતરોથી ઉપર જ્યોતિષના ઉપરના તલ .સુધી ૧૮૦૦ યોજન પ્રમાણ તિર્આલોક છે. તિર્હાલોકની ઉપર સિદ્ધશિલા પછી-૧ યોજન સુધી ઊર્ધ્વલોક છે.'
] મૃદંગ = ઉપર-નીચે સાંકડુ અને વચ્ચે પહોળુ એવું એક પ્રકારનું વાજીંત્ર.