________________
૧૨૨
નરકપૃથ્વીઓમાં દેવોની ઉત્પત્તિ અને ગમન નરકમાંથી નીકળીને જીવો દેવલોકમાં ઉત્પન્ન થતા નથી.
નરકપૃથ્વીઓમાં દેવોની ઉત્પત્તિ રત્નપ્રભામાં ભવનપતિ-વ્યંતર દેવો તરીકે જ થાય.
નરકપૃથ્વીઓમાં દેવોનું ગમન પહેલી ત્રણ નરકપૃથ્વી સુધી થઈ
શકે.
• સાધુએ સામાન્યથી શરીરની શુશ્રુષા (દબાવડાવવું વગેરે) ન
કરાવવી. વિશિષ્ટ કારણે વૃદ્ધ સાધુ પાસે શરીર-શુશ્રુષા કરાવવી. સામાન્ય સંયોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવું નહીં. એ માટે વ્યાખ્યાન આદિ પ્રસંગે નિષેધ કરવો અને શક્ય પ્રબંધ કરાવવો. અસાધારણ સંયોગોમાં, દાખલા તરીકે બહારગામથી કોઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તો એકાદ દિવસ વંદન કરવા આવી જાય તો રોકવા નહીં. જોગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને લઈને આવવું. શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુની અકસ્માત-બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં. માણસ પોતાના પગરખા કે પાઘડી વચ્ચે સમાઈ જતો નથી, તેની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમ રહેલા છે, તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતાં નથી, ધર્મથી ખીલે