________________
ધાતકીખંડ દ્વીપ
૧૬૩
• ધાતકીખંડ દીપના અને પુષ્કરવરાર્ધ દીપના મેરુપર્વતો -
ધાતકીખંડમાં બે મેરુપર્વત છે. પુષ્કરવરાર્ધદ્વીપમાં બે મેરુપર્વત છે. તે ૮૪,000 યોજન ઊંચા છે અને ૧,000 યોજન ઊંડા છે. તેમની ભૂમિતલે પહોળાઈ ૯,૪૦૦ યોજન છે. તેમના ૩ કાંડ છે. ૧) પહેલો કાંડ ભૂમિની નીચે ૧,000 યોજન ઊંડો છે. ૨) બીજો કાંડ ભૂમિની ઉપર ૫૬,000 યોજન ઊંચો છે. ૩) ત્રીજો કાંડ બીજા કાંડની ઉપર ૨૮,000 યોજન ઊંચો છે.
મેરુપર્વતની તળેટીમાં ભદ્રશાલવન છે. ત્યાંથી પ00 યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫૦૦ યોજન પહોળું નંદનવન છે. ત્યાંથી પ૫,૫00 યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫૦૦યોજન પહોળું સૌમનસવનછે. ત્યાંથી ૨૮,૦૦૦યોજન ઉપર જતા મેરુપર્વતનું ઉપરીતલ આવે છે. તેમાં ૪૯૪યોજન પહોળુ પાંડુકવન છે. મેરુપર્વતનો ઉપરનો વિસ્તાર ૧,000 યોજન છે. પાંડુકવનની મધ્યમાં ૪૦ યોજન ઊંચી, મૂળમાં ૧૨ યોજન પહોળી, વચ્ચે ૮ યોજન પહોળી, ઉપર ૪ યોજન પહોળી ચૂલિકા છે. • ધાતકીખંડ દ્વિીપ - (સૂત્ર-૩/૧૨)
તે લવણસમુદ્રની ચારે બાજુ વીંટાયેલ છે. તે ૪,૦૦,૦૦૦ યોજન વિસ્તારવાળો છે. તેની ઉત્તરમાં અને દક્ષિણમાં ઉત્તર-દક્ષિણ ૪,00,000 યોજન લાંબા, પૂર્વ-પશ્ચિમ ૧,000 યોજન પહોળા, ૫00 યોજન ઊંચા ૧-૧ ઇષ્પાકાર પર્વતો છે. તેનાથી ધાતકીખંડ દ્વિીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એમ બે ભાગ થાય છે. દરેક ભાગમાં ૭ ક્ષેત્રો અને ૬ વર્ષધરપર્વતો છે. તેમના નામ અને ક્રમ પૂર્વે કહ્યા
D બૃહëત્રસમાસની ગાથા ૪૯૩માં આને ઇષકારપર્વતો કહ્યા છે.