________________
દેવગતિ પ્રકરણ
♦ દેવો - (સૂત્ર-૪/૧)
દેવો ચાર પ્રકારના છે - ૧) ભવનપતિ ૨) વ્યંતર ૩) જ્યોતિષ અને ૪) વૈમાનિક. ભવનપતિ દેવો અને વૈમાનિક દેવો ૧૦-૧૦ પ્રકારના છે. તે આ પ્રમાણે - (સૂત્ર-૪૪)
૧) ઇન્દ્ર - તેઓ શેષ ૯ પ્રકારના દેવોના અને દેવલોકના અધિપતિ છે. તેઓ પરમ ઐશ્વર્યવાળા છે.
માત્ર
૨) સામાનિક - તેઓ બધી રીતે ઇન્દ્રની સમાન હોય છે, ઇન્દ્રપણું તેમનામાં હોતું નથી. તેઓ ઇન્દ્રને પૂજ્ય હોય છે અને ઇન્દ્રને સ્વામી તરીકે સ્વીકારે છે.
૩) ત્રાયશ્રિંશ - તેઓ ઇન્દ્રના મંત્રી, પુરોહિત જેવા છે.
૪) પારિષદ્ય – તેઓ ઇન્દ્રના મિત્ર જેવા છે. તેઓ પર્ષદાના દેવો છે.
૫) આત્મરક્ષક - તેઓ ઇન્દ્રના રક્ષક દેવો છે.
૬) લોકપાલ - તેઓ અન્યાયકારી દેવોનો નિગ્રહ કરનારા દેવો છે. ૭) સેનાપતિ - તેઓ સૈન્યના અધિપતિ દેવો છે. સૈન્ય ૭ પ્રકારના છે. (૪) બળદોનું/પાડાઓનું સૈન્ય (૫) સૈનિકોનું સૈન્ય
n
(૬) ગંધર્વ સૈન્ય
(૭) નાટ્ય સૈન્ય
પહેલા પાંચ સૈન્ય યુદ્ધ માટે છે. છેલ્લા બે સૈન્ય ઉપભોગ માટે છે.
(૧) ઘોડાઓનું સૈન્ય (૨) હાથીઓનું સૈન્ય (૩) રથોનું સૈન્ય
] વૈમાનિક ઇન્દ્રોને બળદોનું સૈન્ય હોય છે, શેષ ઇન્દ્રોને પાડાઓનું સૈન્ય હોય છે.