SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ પ્રકરણ ♦ દેવો - (સૂત્ર-૪/૧) દેવો ચાર પ્રકારના છે - ૧) ભવનપતિ ૨) વ્યંતર ૩) જ્યોતિષ અને ૪) વૈમાનિક. ભવનપતિ દેવો અને વૈમાનિક દેવો ૧૦-૧૦ પ્રકારના છે. તે આ પ્રમાણે - (સૂત્ર-૪૪) ૧) ઇન્દ્ર - તેઓ શેષ ૯ પ્રકારના દેવોના અને દેવલોકના અધિપતિ છે. તેઓ પરમ ઐશ્વર્યવાળા છે. માત્ર ૨) સામાનિક - તેઓ બધી રીતે ઇન્દ્રની સમાન હોય છે, ઇન્દ્રપણું તેમનામાં હોતું નથી. તેઓ ઇન્દ્રને પૂજ્ય હોય છે અને ઇન્દ્રને સ્વામી તરીકે સ્વીકારે છે. ૩) ત્રાયશ્રિંશ - તેઓ ઇન્દ્રના મંત્રી, પુરોહિત જેવા છે. ૪) પારિષદ્ય – તેઓ ઇન્દ્રના મિત્ર જેવા છે. તેઓ પર્ષદાના દેવો છે. ૫) આત્મરક્ષક - તેઓ ઇન્દ્રના રક્ષક દેવો છે. ૬) લોકપાલ - તેઓ અન્યાયકારી દેવોનો નિગ્રહ કરનારા દેવો છે. ૭) સેનાપતિ - તેઓ સૈન્યના અધિપતિ દેવો છે. સૈન્ય ૭ પ્રકારના છે. (૪) બળદોનું/પાડાઓનું સૈન્ય (૫) સૈનિકોનું સૈન્ય n (૬) ગંધર્વ સૈન્ય (૭) નાટ્ય સૈન્ય પહેલા પાંચ સૈન્ય યુદ્ધ માટે છે. છેલ્લા બે સૈન્ય ઉપભોગ માટે છે. (૧) ઘોડાઓનું સૈન્ય (૨) હાથીઓનું સૈન્ય (૩) રથોનું સૈન્ય ] વૈમાનિક ઇન્દ્રોને બળદોનું સૈન્ય હોય છે, શેષ ઇન્દ્રોને પાડાઓનું સૈન્ય હોય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy