________________
દેવોના દશ પ્રકાર
૧૮૧
૮) પ્રકીર્ણક - તેઓ પ્રજાજન જેવા દેવો છે. ૯) આભિયોગ્ય - તેઓ દાસ જેવા દેવો છે. ૧૦) કિલ્બિષિક - તેઓ ચંડાળ જેવા દેવો છે.
વ્યંતરદેવો અને જ્યોતિષદેવો ત્રાયસિંશ અને લોકપાલ સિવાયના આઠ પ્રકારના છે. (સૂત્ર-૪/૫)
નારીમાં અને દુશ્મનમાં બહુ ફરક નથી. દુશ્મન પીડા આપે છે અને જીવનને હરે છે. નારી પણ જીવને શારીરિક-માનસિક દુઃખોના જંગલમાં ભટકાવે છે અને સંયમજીવનને હરી લે છે. શ્લેખમાં પડેલી માખી છૂટી શકતી નથી. તેને કોઈ છોડાવી શકતું નથી. તેમ સ્ત્રીના સંસર્ગમાં પડેલો પુરુષ પોતાની જાતને છોડાવી શકતો નથી. હે આત્મન્ ! સ્વમતિથી કલ્પેલા એવા ક્ષણિક સુખના લાલચુ બની, હે મૂઢ ! શિયળથી મળતા મોક્ષના અનન્ત સુખને અને ચંદ્ર સમાન નિર્મળ યશને કેમ ખોઈ નાંખે છે ? સ્ત્રી દેખાવમાં સુંદર છે પણ તેણીનું સ્વરૂપ વિફરેલી વાઘણ કરતા ય ભયંકર છે. સંધ્યાના રંગો ક્ષણે ક્ષણે બદલાય છે. તેમ સ્ત્રીના મનના ભાવો ક્ષણે ક્ષણે પલટાય છે. હરણ જેમ શીધ્ર ગતિથી દોડે છે તેમ સ્ત્રીનો રાગ એક પુરુષ પરથી બીજા પુરુષ પર શીઘ્રતાથી દોડે છે. આદર્શજીવન અને વાત્સલ્ય વિનાનું વડિલપણું એ માત્ર નામનું જ વડિલપણું છે.