________________
૧૭૪
અંતરદ્વીપોના નામો બૃહëત્રસમાસની ગાથા-૪૫૪,૪૫૬,૪૫૮,૪૫૯,૪૬૦માં અને ક્ષેત્રલોકપ્રકાશના સર્ગ-૧૬ની ગાથા-૩૧૧,૩૧૫,૩૧૬,૩૧૭, ૩૧૮ માં અંતરદ્વીપોના નામો આ રીતે કહ્યા છે -
ઇશાનમાં અગ્નિમાં , નેત્રહત્યમાં વાયવ્યમાં | ૧ | એકોક | આભાષિક | વૈષાણિક | લાગૂલિક | ૨ | હયકર્ણ | ગજકર્ણ | ગોકર્ણ | શખુલિકર્ણ
૩ | આદર્શમુખ મેંઢમુખ અયોમુખ ગોમુખ
૪ | અશ્વમુખ | હસ્તિમુખ | સિંહમુખ વ્યાધ્રમુખ | ૫ | અશ્વકર્ણ | હરિકર્ણ | અકર્ણ | કર્ણપ્રાવરણ
૬ | ઉલ્કામુખ | મેઘમુખ | વિદ્યુમ્મુખ | વિદ્યદત્ત | ૭ | ઘનદંત | લષ્ટદંત | ગૂઢદંત | શુદ્ધદંત
આ ૨૮ અંતરદ્વીપો લઘુહિમવંતપર્વતની ચાર દાઢાઓ ઉપર છે. શિખરી પર્વતમાંથી પણ આ જ રીતે ચાર દાઢા નીકળે છે અને તેમની ઉપર આ જ નામ અને પ્રમાણવાળા ૨૮ અંતરદ્વીપો છે.
અંતરદ્વીપના મનુષ્યોમાં સ્ત્રી-પુરુષનું યુગલ સાથે જન્મે છે. તેમનું આયુષ્ય પલ્યોપમ/અસંખ્ય છે અને અવગાહના ૮૦૦ ધનુષ્ય પ્રમાણ છે.
• સમાનતા તો સિદ્ધિગતિમાં જ રહેવાની, સંસારમાં તો વિષમતા
જ રહેવાની • શંકાનો સ્વભાવ પસરવાનો છે. • જે ટાંકણા ન ખાય તે પ્રતિમા ન બની શકે.
® લોકપ્રકાશમાં નાંગોલિક કહેલ છે.