________________
૧૩૮
દેવકુર-ઉત્તરકુરુ વિસ્તાર ૧,000 યોજન છે. તેમનો ઉપરનો વિસ્તાર ૫00 યોજના છે. ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતોથી સાધિક ૮૩૪ ૪૭ યોજન ઉત્તરમાં જતા નિષધ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન ઉત્તરમાં જતા સૂર દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજન ઉત્તરમાં જતા દેવકુરુ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજના ઉત્તરમાં જતા સુલસ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન ઉત્તરમાં જતા વિદ્યુભ દ્રહ છે. દેવકુર વિદ્યુ—ભ-સોમનસ આ બે ગજદંતગિરિથી વીંટાયેલ છે. નિષધ પર્વત ઉપરથી પડતી સીતોદાનદી આ દ્રહોની મધ્યમાં થઈને વહે છે. તે દેવકુરના પૂર્વ-પશ્ચિમ બે ભાગ કરે છે. તેમાંથી પશ્ચિમાઈની મધ્યમાં શાલ્મલીવૃક્ષ છે.
મહાવિદેહક્ષેત્રમાં મેરુપર્વતથી ઉત્તરમાં અને નીલવંતપર્વતથી દક્ષિણમાં ઉત્તરકુર છે. નીલવંતપર્વતના દક્ષિણ છેડાથી ઉત્તરકુરમાં સાધિક ૮૩૪ ૪૭ યોજન જઈએ એટલે સીતાનદીના બંને કિનારે ૧-૧ યમક પર્વત છે. તે ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતની સમાન છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજન દક્ષિણમાં જતા નીલવંત દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજન દક્ષિણમાં જતા ઉત્તરકુરુ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન દક્ષિણમાં જતા ચંદ્ર દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન દક્ષિણમાં જતા ઐરાવત દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન દક્ષિણમાં જતા માલ્યવંત દ્રહ છે. ઉત્તરકુરુ ગંધમાદન-માલ્યવંત આ બે ગજદંતગિરિથી વીંટાયેલ છે. નીલવંત પર્વત ઉપરથી પડતી સીતાનદી આ દ્રહોની મધ્યમાં થઈને વહે છે. તે ઉત્તરકુરુના પૂર્વ-પશ્ચિમ બે ભાગ કરે છે. તેમાંથી પૂર્વાર્ધની મધ્યમાં જંબૂવૃક્ષ આવેલું છે.
આ ૧૦ દ્રહોની પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં ૧૦-૧૦ યોજન દૂર ૧૦-૧૦ પર્વતો છે. કુલ ૨૦૦ પર્વતો છે. આને કંચનગિરિ કહેવાય છે.