________________
૧૧૬
પરમાધામી વડે નારકીને કરાતી પીડા
૧૦) અસિપત્ર - તે અસિપત્રોનું વન વિકુર્તીને તેમાં આવેલા નારકીઓ ઉપર અસિપત્રો પાડીને તેમના તલ જેવડા ટુકડા કરે છે. ૧૧) કુંભી - તે કુંભી વગેરેમાં ના૨કીઓને રાંધે છે.
૧૨) વાલુક - તે કદંબના પુષ્પના આકારની કે વજ્રના આકારની તપેલી વૈક્રિય રેતીમાં નારકીઓને ચણાની જેમ પકાવે છે.
૧૩) વૈતરણી - તે ખૂબ ગરમ એવા પરુ, લોહી, સીસુ, તાંબુ વગેરેથી ભરેલી વૈતરણી નદી વિકુર્તીને નારકીઓને તેમાં તરાવીને તેમને હેરાન કરે છે.
૧૪) ખરસ્વર - તે વજના કાંટાવાળા શાલ્મલી વૃક્ષ ઉપર નારકીને ચડાવીને કર્કશ અવાજ કરનારા તેમને કર્કશ અવાજ કરીને ખેંચે
છે.
૧૫) મહાઘોષ - તે ડરેલા, ભાગતા અને મોટો અવાજ કરનારા નારકીઓને પશુઓની જેમ વાડામાં પૂરે છે.
પરમાધામી વડે નારકીને કરાતી પીડા -
૧) નારકીને તપેલા સીસાનો રસ પીવડાવે.
૨) નારકીને તપેલા લોઢાના થાંભલા સાથે આલિંગન કરાવે. ૩) નારકીને શાલ્મલીવૃક્ષના અગ્રભાગ ઉપર ચઢાવે.
૪) નારકી ઉપર લોઢાના ઘનથી ઘાત કરે.
૫) નારકીને રંધો, અસ્ત્રો વગેરેથી છોલી તેના ઉપર તપેલા ખારા તેલનો અભિષેક કરે.
૬) નારકીને લોઢાના ભાલામાં પરોવે.
૭) નારકીને ભઠ્ઠીમાં ભૂંજે.
૮) નારકીને તલની જેમ યંત્રમાં પીલે.
૯) નારકીને કરવતથી કાપે.