________________
૧૦૮
નરકમાં લેશ્યા આવલિકા પ્રવિષ્ટ નારકાવાસોમાં ગોળ, ત્રિકોણ, ચોરસ નરકાવાસોની સંખ્યા જાણવા દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, બૃહત્સંગ્રહણિ, સંગ્રહણિસૂત્ર વગેરે શાસ્ત્રો જોવા.
રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસો અશુભ છે. નીચે નીચેની નરકપૃથ્વીના નરકાવાસો વધુ ને વધુ અશુભ છે.
નરકમાં લેશ્યા - (સૂત્ર-૩/૩) કૃષ્ણાદિ દ્રવ્યોના સાંનિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે વેશ્યા. તેમાં કૃષ્ણાદિ દ્રવ્યો તે દ્રવ્યલેશ્યા છે અને પરિણામ તે ભાવલેશ્યા છે. વેશ્યાઓ છ પ્રકારની છે. તે આ પ્રમાણે –
(૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેજોવેશ્યા (૫) પદ્મશ્યા (૬) શુક્લલેશ્યા.
લેશ્વાના સ્વરૂપને સમજવા જાંબૂ ખાવા ઈચ્છતા છ મનુષ્યોનું દષ્ટાંત ઉપયોગી છે. તે આ પ્રમાણે -
છ મનુષ્યોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. તેઓ જાંબૂના ઝાડ પાસે ગયા. પહેલા મનુષ્ય વિચાર્યું કે, “જાંબૂના ઝાડને મૂળમાંથી ઉખેડી નાંખીએ.” બીજા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર મોટી ડાળીઓ તોડીએ.” ત્રીજા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર નાની ડાળીઓ તોડીએ.” ચોથા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર જાંબૂના ઝુમખા તોડીએ.” પાંચમા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર જાંબૂ તોડીએ.” છઠ્ઠા મનુષ્ય વિચાર્યું કે, “નીચે પડેલા જાંબુ ખાઈએ.”
પહેલા મનુષ્ય જેવા અત્યંત ક્રૂર પરિણામ તે કૃષ્ણલેશ્યા. બીજા મનુષ્ય જેવા કંઈક ઓછા કુર પરિણામ તે નલલેશ્યા. ત્રીજા મનુષ્ય જેવા તેનાથી કંઈક ઓછા કુર પરિણામ તે કાપોતલેશ્યા. ચોથા મનુષ્ય જેવા કંઈક સારા પરિણામ તે તેજલેશ્યા. પાંચમા મનુષ્ય જેવા વધુ સારા પરિણામ તે પમલેશ્યા. છઠ્ઠા મનુષ્ય જેવા શ્રેષ્ઠ પરિણામ તે શુકૂલલેશ્યા.