________________
ના જન્મ પ્રકરણ
• જન્મ - પૂર્વભવના આયુષ્યનો ક્ષય થવા પર પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી ઉત્પત્તિક્ષેત્રને પામેલો જીવ શરીર બનાવવા માટે પુદ્ગલોને જે ગ્રહણ કરે તે જન્મ. જન્મના ત્રણ પ્રકાર છે. (સૂત્ર-૨૩૨) તે આ પ્રમાણે –
૧) સંમૂડ્ઝનજન્મ - જીવ જે સ્થાનમાં ઉત્પન્ન થવાનો હોય ત્યાંના પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવતો થકો જે જન્મ પામે તે સંપૂર્ઝન જન્મ. દા.ત. લાકડા વગેરેમાં થતો કૃમિ વગેરેનો જન્મ તે સંપૂર્ઝનજન્મ. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચને સંમૂડ્ઝનજન્મ હોય છે. (સૂત્ર-૨૩૬)
૨) ગર્ભજન્મ - જે જન્મમાં જીવ માતાની યોનિમાં આવી વીર્ય અને લોહીને ગ્રહણ કરે અને માતાએ વાપરેલા આહારના રસથી પોષણ મેળવે તે ગર્ભજન્મ. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને ગર્ભજન્મ હોય છે. ગર્ભજ મનુષ્ય જરાયુજ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો ત્રણ પ્રકારના છે – જરાયુજ, અંડજ, પોતજ. | (i) જરાયુજ -કરાયુથી વીંટાયેલા થકા જેઓ જન્મે છે તે જરાયુજ જીવો.દા.ત.મનુષ્ય, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, ઊંટ, હરણ, ભૂંડ, રોઝ, સિંહ, વાઘ, રીંછ, ચિત્તો, કૂતરો, શિયાળ, બિલાડી વગેરે.
(ii) અંડજ - જેમનો જન્મ ઇંડારૂપે થાય છે તે અંડજ જીવો. દા.ત. સર્પ, ગરોળી, માછલી, કાચબો, મગર, રૂંવાટાની પાંખવાળા કાગડા, મોર વગેરે પક્ષીઓ વગેરે.
એ જરાયુ–ગર્ભને વીંટાઈ વળતું ચામડું.