________________
શરીર પ્રકરણ : • શરીર પાંચ પ્રકારના છે. (સૂત્ર-૨/૩૭) તે આ પ્રમાણે –
૧) ઔદારિક શરીર - પુદ્ગલવિપાકી ઔદારિકશરીરનામકર્મના ઉદયથી થયેલ અને સ્થૂલ એવા ઔદારિક વર્ગણા યોગ્ય પુગલોથી બનેલ શરીર તે ઔદારિક શરીર. ગર્ભજન્મથી અને સંપૂર્ઝનજન્મથી ઔદારિક શરીર ઉત્પન્ન થાય છે. (સૂત્ર-૨/૪૬) એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને ઔદારિક શરીર હોય છે. ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૧,૦૦૦ યોજન છે.
૨) વૈક્રિય શરીર - પુગલવિપાકી વૈક્રિયશરીરનામકર્મના ઉદયથી થયેલ, વિવિધ ગુણો-ઋદ્ધિથી યુક્ત એવા વૈક્રિય વર્ગણા યોગ્ય પુદ્ગલોથી બનેલ, જેનાથી ઘણા રૂપો કરી શકાય એવું શરીર તે વૈક્રિય શરીર. વૈક્રિય શરીર ઉપપાતજન્મથી અને લબ્ધિથી ઉત્પન્ન થાય છે. (સૂત્ર-૨/૪૭, ૨/૪૮) ઉપપાતથી ઉત્પન્ન થતું વૈક્રિય શરીર દેવોને અને નારકીઓને હોય છે. દેવો અને નારકીઓનું વૈક્રિય શરીર બે પ્રકારનું હોય છે – ભવધારણીય વૈક્રિય શરીર અને ઉત્તરવૈક્રિય શરીર.
દેવો અને નારકીઓના વૈક્રિયશરીરની અવગાહના શરીર
વૈકિય શરીરની
જઘન્ય અવગાહના| ઉત્કૃષ્ટ અવગાહના ભિવધારણીય
અંગુલઅસંખ્ય ૫૦૦ ધનુષ્ય વૈક્રિય શરીર (નારકી) ભવધારણીય વૈક્રિય અંગુલીઅસંખ્ય | ૭ હાથ શરીર (દવો) ઉત્તરવૈક્રિય શરીર (નારકી) |અંગુલ/સંખ્યાત | ૧૦૦૦ ધનુષ્ય | ઉત્તરવૈક્રિય શરીર (દવો) | અંગુલ,સંખ્યાત | ૧ લાખ યોજના