________________
૯૨
શ્વાસોચ્છવાસની વર્ગણા ઉત્કૃષ્ટ પ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની ભાષાની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ
ભાષાની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
શ્વાસોચ્છવાસની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. શ્વાસોચ્છવાસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતાં જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
શ્વાસોચ્છવાસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.