________________
૯૧
તૈજસ-ભાષાની વર્ગણા જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
તૈજસની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની તૈજસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. તૈસની • જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની તૈજસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની તૈજસની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
તૈજસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
ભાષાની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ભાષાની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. ભાષાની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ભાષાની